શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજનો – અધિકૃત સ્વાસ્થ્ય અદ્યતન

શનિવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૬૬ મા દિવસની સમાપ્તિ
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૭૧

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ભગવાન કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજનું સ્થિર રહેવાનું ચાલુ છે અને સતત પ્રગતિ કરી રહ્યા છે.

આ સમયે પોષણ અને કસરત પર ધ્યાન કેન્દ્રિત છે. ગુરુ મહારાજ તેમની ફિઝિયોથેરાપી અને સ્પાયરોમીટર ચાલુ રાખી રહ્યા છે. આજે તેઓ એક વાક્ ચિકિત્સકને મળ્યા હતા કે જેઓ ટૂંક સમયમાં ગુરુ મહારાજને વાક્ ઉપચાર માટે તેમની યોજના આપશે. ગુરુ મહારાજે ૧૩ ઑક્ટોબર ૨૦૧૮ થી દરરોજ ફેસબુક પર તેમના કલાસ આપવાનું ચાલુ રાખ્યું છે.

આ દરમિયાન, જ્યારે આપણે કૃપાની વર્ષા માટે ભગવાનનો આભાર માનીએ છીએ, ત્યારે અમે સમગ્ર વિશ્વમાં દૈનિક ધોરણે અર્પણ કરેલા ઘીના દીવાની સંખ્યાની જાણ કરવા માટે “વોટ્સએપ સમૂહ” શરૂ કર્યું છે. તમને કદાચ ખબર હશે કે અમે આગામી કાર્તિકના સર્વાધિક પવિત્ર મહિનામાં ભગવાન દામોદરની પ્રસન્નતા માટે દસ લાખ ઘીના દીવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગ્રુપની લિંક નીચે મુજબ છે, કે જેમાં જોડાવા અને જાણ કરવા માટે કૃપા કરીને ક્લિક કરો:

https://chat.whatsapp.com/Dfc67eW4O0o4iBOlA7BJ7J

કૃપા કરીને પ્રાર્થના ચાલુ રાખો અને કૃપયા આ કાર્યક્રમોની વિગતો ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો કારણકે આ ગુરુ મહારાજને ખૂબ જ પ્રસન્ન કરશે અને આ ગુરુ મહારાજને ઝડપથી પુનઃસ્વસ્થ થવામાં મદદ કરશે. આ શ્રીલ પ્રભુપાદ પ્રત્યે તેમના વચનોને ઝડપથી સમજવામાં અને તેમની ભક્તિમય ઇચ્છાઓ પ્રાપ્ત કરવામાં તેમની ખૂબ જ મદદ કરશે.

કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૨૪.૧૦.૨૦૧૮ ના રોજ હશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ