“ભક્તિ વિનોદ પ્રભુ ચરણે પોડિયા, સેઈ હરિ નામ મંત્ર લોઇલ માગીયા; જીવ જાગો… તો ભક્તિ વિનોદ ઠાકુર કહે છે, હું ભગવાનના ચરણકમળમાં પડું છું અને ઔષધિ પ્રાપ્ત કરવા માટે વિનંતી કરું છું – હરીનામ કીર્તન અને મને મળી ગઈ! મને મળી ગઈ! મને મળી ગઈ! મને મળી ગઈ! મને મળી ગઈ! ભક્તિ વિનોદ ઠાકુરે, આ શબ્દોમાં, તેમણે કહ્યું કે હું ભગવાનના ચરણોમાં પડી ગયો, હું ઔષધિ માટે ભીખ માંગું છું અને મને તે મળી ગઈ! તો આ છે જે આપણે કરવાની જરૂર છે. આપણે ભગવાન ચૈતન્યના ચરણકમળમાં પડીએ છીએ, આપણે પંચતત્વના ચરણકમળમાં પડીએ છીએ, આપણે ઔષધિની ભીખ માંગીએ છીએ, આપણે હરીનામની ભીખ માંગીએ છીએ અને તેમની કૃપાથી આપણે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
શ્રવણ ઉત્સવ દિવસ ૨
૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪
શ્રીધામ માયાપુર