બુધવાર, ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૭૭ મા દિવસની સમાપ્તિ
૧૯:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૭૩

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજ ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. તેમના સ્વાસ્થ્ય માટે તમારી પ્રાર્થનાઓ અને તપસ્યા માટે બધાનો આભાર. કૃપા કરીને તમારી પ્રાર્થનાઓ ચાલુ રાખો કારણ કે ગુરુ મહારાજ હજુ પણ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના મુશ્કેલ સમયમાં છે.

ગુરુ મહારાજે થોડા દિવસ પહેલા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમની નિયમિત આરોગ્યની તપાસ કરાવી હતી. તબીબો પ્રગતિથી ખુશ છે અને દર બે અઠવાડિયામાં તેમને જોવાનું નક્કી કર્યું છે. જો કે, ગુરુ મહારાજના આરોગ્ય પરિમાણો અંગેના અહેવાલો દૈનિક ધોરણે તબીબોને રજૂ કરવામાં આવી રહ્યા છે.

થોડા દિવસ પહેલા ભાષણ તબીબે અને અવાજ તબીબે ગુરુ મહારાજની મુલાકાત લીધી હતી. ગુરુ મહારાજના ભાષણને વધુ સારું બનાવવા માટે તેઓએ એકસાથે કેટલાક અભ્યાસોની ભલામણ કરી છે. ગુરુ મહારાજ તેમની નિયમિત ફિઝિયોથેરપી કસરતો સિવાય જલ્દી તે કસરતો શરૂ કરશે.

તેઓ દરરોજ ભગવાન દામોદરને ઘીનો દીવો અર્પણ કરી રહ્યા છે અને ૧૩ ઓક્ટોબર, ૨૦૧૮ થી દરરોજ ફેસબુક પર વર્ગ આપી રહ્યા છે.

આ પ્રેરણાદાયી છે કે ઘણા ભક્તોએ આ કાર્તિક માસને ગંભીરતાપૂર્વક લીધો છે અને વિવિધ ઘરોની મુલાકાત લઈ રહ્યા છે અને ઘણા લોકોને ભગવાન દામોદરને દીવો પ્રકટાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૦૭.૧૧.૨૦૧૮ ના રોજ હશે

અમે તમને બધાને દિવાળીની ખૂબ જ શુભેચ્છા પાઠવીએ છીએ.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ