રવિવાર, ૧૪ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૬૦ મા દિવસની સમાપ્તિ
૨૨:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૮

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ભગવાનની કૃપાથી આપણે બધાએ ગઈકાલે ગુરુ મહારાજના દર્શન પ્રાપ્ત કર્યા. અમે બધા ભક્તોનો આભાર માનીએ છીએ કે જેઓ ખૂબ જ ઉત્સાહ સાથે ઝૂમ પર સ્વાગત પ્રાર્થનામાં જોડાયા. આ આશ્ચર્યજનક નથી પરંતુ ગુરુ મહારાજ જ્યારે પણ સક્ષમ હશે ત્યારે પહેલાની જેમ વર્ગો ચાલુ રાખશે. તેથી કૃપા કરીને સામાન્ય સમય ભારતીય માનક સમય મા દરરોજ સાંજે ફેસબુક પર સૂચનાની રાહ જુઓ.

ગઈકાલે, ગુરુ મહારાજ ફરી વાર થોડા રક્તસંક્રમણ માટે હોસ્પિટલમાં ગયા હતા કારણ કે તેમના હેમોગ્લોબિનમાં ઘટાડો થઈ રહ્યો હતો. તબીબો પ્રગતિથી ખુશ હતા અને તેમને લાગ્યું કે હિમોગ્લોબિનનો મુદ્દો સંભવતઃ દવાઓથી પ્રેરિત છે અને તેથી આ ક્ષણે ચિંતા કરવાનું કંઈ જ નથી. તેમના અન્ય પરિમાણો ધીમે ધીમે ઇચ્છનીય સ્તરો તરફ આગળ વધી રહ્યા છે.

જેમ આપણે ગુરુ મહારાજ પાસેથી સાંભળ્યું તેમ, તેઓ મૃત્યુના પાંજરામાંથી બહાર આવી ગયા છે અને જોકે ભગવદ્દ ધામ પાછા જવાનું પ્રલોભન હતું, ગુરુ મહારાજ શ્રીલ પ્રભુપાદ માટે અનેક પરિયોજનાઓ અને શ્રીલ પ્રભુપાદનું જીવન-ચરિત્ર પૂર્ણ કરવા ઇચ્છતા હતા. ચાલો આપણે ગુરુ મહારાજના ઉત્સાહ અને દ્રઢનિશ્ચયથી પ્રેરિત થઈએ અને આપણી પ્રાર્થના અને તપસ્યામાં વધારો કરીએ કે જેથી તેઓ શ્રીલ પ્રભુપાદની પ્રસન્નતા માટે તેમની ઇચ્છાઓને પૂર્ણ કરવામાં સક્ષમ થઈ શકે. જેમ કે તમે બધા જાણો છો કે, મહિનાઓમાં સર્વશ્રેષ્ઠ, કાર્તિક ઝડપથી નજીક આવી રહ્યો છે અને આપણે બધા એકસાથે ભગવાન દામોદરની પ્રસન્નતા માટે ૧ મિલિયન આરતીઓના લક્ષ્ય સુધી પહોંચવા ભેગા થઈ શકીએ છીએ અને આ ૧૦૦ ગણો લાભ આપશે કે જેને ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે અર્પણ કરી શકાય છે. કૃપા કરીને આવા કાર્યક્રમોની વિગતો www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો અને કરવામાં આવેલી તપસ્યાઓના અદ્યતન પણ આ જ વેબસાઇટ પર પ્રકાશિત કરો.

કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૧૬.૧૦.૨૦૧૮ ના રોજ હશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ