પ્રિય ભક્તગણ અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજના શુભચિંતકો

કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રી ગુરુ અને શ્રી ગૌરાંગની જય!
શ્રીલ પ્રભુપાદની જય!

જેમ તમે બધા જાણો છો કે ગુરુ મહારાજ પ્રત્યારોપણ માટે યોગ્ય અવયવોની રાહ જોઈ રહ્યા છે : એક યકૃત અને એક કિડની. અત્યારે અમને ખબર નથી કે શસ્ત્રક્રિયા ક્યારે થશે, તે દાતાના અવયવોની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે અને માત્ર ૬-કલાકની સૂચના સાથે કોઈપણ સમયે થઇ શકે છે. આ પૂરેપૂરી જોખમી અને લાંબી શસ્ત્રક્રિયા છે. તેમાં ૮-૧૨ કલાક લાગી શકે છે.

જેવા યોગ્ય અંગો ઉપલબ્ધ થાય છે કે તરત જ, શસ્ત્રક્રિયાની સફળતા માટે આપને ઈમાનદારીથી પ્રાર્થના કરવા માટે કહેતા અમે સમગ્ર વિશ્વમાં આ સંદેશ પ્રસારિત કરીશું, આપણે બધા ઝૂમમાં ભેગા થઈ શકીએ છીએ અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ અને ભગવાન નૃસિંહદેવને પ્રાર્થના કરી શકીએ છીએ.

આ જાહેરાત ગુરુ મહારાજના સત્તાવાર ફેસબુક પૃષ્ઠ, વોટ્સએપ સમૂહ વગેરેમાં પ્રકાશિત કરવામાં આવશે. ત્યાં સુધી, કૃપા કરીને તમારી પ્રાર્થના અને સાધના ચાલુ રાખ અને તેને http://jayapatakaswami.world/ પર મોકલો.

એકવાર અમને શસ્ત્રક્રિયા વિશે પુષ્ટિ મળી જાય પછી વેબસાઇટ પર ઝૂમ લિંક શેર કરવામાં આવશે

Homepage

ફેસબુક પૃષ્ઠ
https://www.facebook.com/Jayapatakaswami

જેપીએસ સેવા સમિતિ
જેપીએસ હેલ્થ
જેપીએસ મીડિયા