પ્રિય ગુરુ-પરિવાર અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

કૃપા કરીને મારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરો. શ્રીલ પ્રભુપાદની જય.

અમે તમને સંક્ષેપમાં આપણા ગુરુ મહારાજ (શ્રી શ્રીમદ્દ જયપતાક સ્વામી) ની વર્તમાન આરોગ્ય સ્થિતિ વિશે ટૂંકમાં જણાવવા માંગીએ છીએ.

પ્રત્યારોપણ પછી ગુરુ મહારાજના શરીરે ખૂબ જ સારો પ્રતિભાવ આપ્યો છે. છેલ્લા એક વર્ષથી, તેઓ ચિકિત્સકો દ્વારા ભલામણ કરવામાં આવેલ  નિર્ધારિત સારવાર અને ઉપચારના પાલનમાં ખૂબ જ મહેનતુ રહ્યા છે.  એકવાર ચેન્નાઇમાં તેમણે પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ફાળવેલ સમય પૂર્ણ કર્યો, તે પછી તેઓ માયાપુર ગયા અને ત્યાં થોડા મહિના માટે આરામ કર્યો.

તેમની સારવાર કરી રહેલા ચિકિત્સકો સાથે પરામર્શ કર્યા પછી તેઓ એક ત્વરિત પ્રચાર માટે ગુવાહાટી, આસામ, ત્યારબાદ હૈદરાબાદ અને અંત માં મલેશિયા ગયા. તેમના ભારત પાછા ફર્યા બાદ, તેમણે કોલકાતા રથયાત્રામાં ભાગ લીધો અને ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય અને પ્રત્યારોપણ કોઈ પણ સમસ્યામાં છે કે નહીં તેની ખાતરી કરવા માટે સુનિશ્ચિત પૂર્ણ સ્વાસ્થ્ય તપાસ માટે ચેન્નઈ ગયા. તેમની સકારાત્મક સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને, પીઠાસીન સર્જને તેમને ધીમે ધીમે તેમની યાત્રા ફરીથી શરૂ કરવાનું કહ્યું છે.

એક અલગ મુદ્દા તરીકે, તેમના માથા પર – વર્તમાનમાં થોડા સમય માટે એક નાની વૃદ્ધિના કારણે, તેઓ આગળના પરીક્ષણ માટે ગયા અને તેમને બેસલ સેલ કાર્સિનોમા નામના એક નાના પાયાના કેન્સરનું નિદાન થયું છે કે જે હાનિરહિત છે અને સંપૂર્ણપણે ઉપચાર કરી શકાય છે. તપાસે તે પણ પુષ્ટિ કરી છે કે તે માથામાં માત્ર આ ક્ષેત્રમાં જ પ્રતિબંધિત છે. તેણે અસ્થિ માળખાને અસર નથી કરી. આનું શરીરના અન્ય કોઈ પણ ભાગોમાં વધવાનું અથવા ફેલાવવાનું કોઈ જોખમ નથી.

અંતમાં ચિકિત્સક ખૂબ જ સકારાત્મક છે કે ફરીથી નહિં થવાની દુર્લભ સંભાવના સાથે શસ્ત્રક્રિયા દ્વારા તેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકે છે.

આ બુધવારે, ૨૪ જુલાઇ ના રોજ સામાન્ય અચેતના હેઠળ ઘા ને દૂર કરવા માટે તેમની શસ્ત્રક્રિયા કરવામાં આવશે.

જેમ તમે જાણો છો કે, ગુરુ મહારાજ તેમના શુભચિંતકોની પ્રાર્થના માટે આભારી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય વધુ જટીલ ન થાય તેના માટે તેઓ તેમના શિષ્યોને નિર્ધારિત દૈનિક ઓછામાં ઓછી ૧૬ માળાનો જપ કરવા અને ચાર નિયામક સિદ્ધાંતોનું પાલન કરવા માટે અનુરોધ કરે છે. તેમાં તુલસી દેવીની ૮ પરિક્રમા (તેમાં ૪ તેમના લાભ અને રક્ષણ માટે સમર્પિત છે) સામેલ છે. અમે આપણા ગુરુ-પરિવારને વિનમ્રતાપૂર્વક ભગવાન કૃષ્ણને તેમની પ્રાર્થના કરવા માટે વિનંતી કરીએ છીએ કે જેથી કૃષ્ણ આપણા ગુરુ મહારાજના સ્વાસ્થ્યની રક્ષા કરે.

આપનો સેવક

મહાવરાહ દાસ (સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ તરફથી)