પ્રિય ભક્તગણ,

અમે આપને એ જણાવવા માટે ખૂબ જ ખુશ છીએ કે આપણા પ્રિય શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજની ૬૯મી વ્યાસ પૂજા ૨૬ માર્ચ થી ૨૮માર્ચ સુધી ઇસ્કોન ચેન્નઇ ખાતે યોજવામાં આવશે.

બધા શિષ્યો અને શુભચિંતકો માટે આને એક ઐતિહાસિક પ્રસંગ બનાવવા માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમે આપને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને www.vyasapuja2018.com પર તમારી નોંધણી કરો.

વ્યાસ પૂજા સમારોહમાં ભાગ લેવા માટે નોંધણી જરૂરી છે. આ તમારા પ્રસાદના સંકલન અને તમારી યાત્રા ને સરળ બનાવવા માટે મદદ કરવા માટે છે.

આવાસ, સ્થળ, સમયપત્રક અને વધુ વિગતો www.vyasapuja2018.com પર ઉપલબ્ધ છે.

સમગ્ર વિશ્વમાંથી ઘણા વરિષ્ઠ શિષ્ય અને વૈષ્ણવ ચેન્નઇ આવશે.

તો જો આપ દક્ષિણ ભારતમાં રહો છો, તો પ્રત્યક્ષ રૂપમાં ભાગ લેવા, ગુરુ અને ગૌરાંગ ની કૃપા અને સેવા પ્રાપ્ત કરવા માટે આ તમારો સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ અવસર છે.

ગુરુ મહારાજ વિશે વધુ સાંભળવા માટે અને હાજર બધા વૈષ્ણવોની સંગતિ દ્વારા ગુરુમાં આપના વિશ્વાસને વિકસીત કરવાનો આપના માટે આ એક અદ્ભૂત અવસર હશે.

અત્યારે જ નોંધણી કરો!

ચેન્નઇ વ્યાસ પૂજા સમિતિ
જેપીએસ મીડિયા