૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૮ – સવારે ૦૮:૨૫ કલાકે

હું શ્રીલ પ્રભુપાદને મારા આદર પૂર્વક પ્રણામ અર્પણ કરું છું.

આંતરરાષ્ટ્રીય સમૂહે ગંગા, પ્રતાપનગર થી રુદ્રદ્વીપ પાર કર્યો અને આજે રાતે બેલકાપુર તરફ આગળ વધી રહ્યા છે. તો નદીની આ બાજુ ઘણા લીલા સ્થળ છે. આ પહેલું વર્ષ છે કે તેઓ રુદ્રદ્વીપ જઈ રહ્યા છે. રુદ્રદ્વીપ અહીંથી માયાપુર ચન્દ્રોદય મંદિર સુધી વિસ્તરેલો છે. પ્રભુપાદે કહ્યું છે કે નરસિંહ દેવ સરહદ પર છે. પંચતત્વ અનર્તદ્વીપમાં છે અને રાધામાધવ, અષ્ટ સખી રુદ્રદ્વીપમાં છે.

આ ભક્તિમય સેવાની આઠમી પ્રક્રિયા છે, ભગવાન સાથે મિત્રતા. વૃંદાવનમાં ભગવાન ઈચ્છે છે કે એક મિત્રની જેમ, સમાન વ્યવહાર થાય અને ત્યાંની લીલા સહજ ભાવમાં છે. ભગવાન ચૈતન્ય સ્વયં કૃષ્ણ છે અને તેઓ તેમની લીલાને અચિંત્ય રીતે વિસ્તૃત કરે છે. જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેમણે જગદાનંદ પંડિત સાથે તર્ક કર્યો હતો અને જગદાનંદ પંડિત ગંગા પાસે બેસી ગયા અને તેઓ ભોજન કરી રહ્યા ન હતા. તેઓ અસંતુષ્ટ હતા કેમ કે તેમના મતે ભગવાને તેમની સાથે ખૂબ કઠોર વ્યવહાર કર્યો હતો. આમ તેઓ આખી રાત ગંગા કિનારે બેસીને રોતા રહ્યા. સૂર્યોદય પહેલા ભગવાન ચૈતન્ય ગદાધર પ્રભુ સાથે ગયા અને તેમણે બૂમ પાડી રહ્યા હતા, “જગદાનંદ! જગદાનંદ! આમ જગદાનંદ કે જેઓ ગંગા કિનારે બેઠા હતા, જોયું કે નિમાઈ તેમને શોધવા આવી રહ્યા છે, પૂછ્યું, “તમે આવી રાતે શા માટે આવ્યા છો? એવા ઘણા બધા કાંકરા અને કઠિન વસ્તુઓ છે કે જે તમારા ચરણને નુકશાન પહોંચાડી શકે છે. ભગવાન ચૈતન્યએ કહ્યું કે, “જ્યારે તમે અહિંયા હોવ ત્યારે હું સૂઈ શકતો નથી.” પછી તેમણે કહ્યું કે, “અમારી સાથે ચાલો.” જગદાનંદે ગદાધરના ચરણ પકડ્યા અને ઉભા થયા અને ત્રણેય સચી માતાના ઘરે ગયા. જ્યારે તેઓ સચી માતાના ઘરે પહોંચ્યા ત્યારે જગદાનંદને મમરા, “મુડી” આપ્યા. પછી ભગવાન ચૈતન્યએ કહ્યું કે, “આપણે મિત્રો છીએ. ક્યારેક મિત્રોમાં અસહમતી થતી હોય છે. ક્યારેક આપણે સહમત થઈએ છીએ તો ક્યારેક અસહમત થઈએ છીએ પરંતુ આપણે તેને ગંભીરતાથી ન લેવું જોઇએ કારણકે દરેક અસહમતી પછી એક વાત નક્કી છે કે આપણો એકબીજા પ્રત્યે પ્રેમ વધે છે. ત્યાર પછી જગન્નાથ મિશ્ર એક થાળી ભાત અને દૂધ લાવ્યા અને જગદાનંદ પંડિતે ભાત અને દૂધ લીધું અને સુઈ ગયા. આ રીતે ત્યાં ભગવાન ચૈતન્યના ઘણાં બધાં લીલા સ્થળ છે.

એ મહાન ભક્તો, જેઓએ ભગવાનની સાથે આદાન પ્રદાન પ્રાપ્ત કર્યું છે તેઓ ખૂબ ભાગ્યશાળી છે. આપણે એટલા બધાં ભાગ્યશાળી તો નથી પણ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે શ્રીલ પ્રભુપાદની સાથે આદાનપ્રદાન કર્યું છે.

મને યાદ છે કે એક વાર, મેં શ્રીલ પ્રભુપાદ ને કહ્યું હતું કે, “હું મહાન પતિત છું”, ત્યારે મને કહ્યું, “તમે કોઈ પણ બાબત મહાન નથી,” શ્રીલ પ્રભુપાદ, તેમણે આપણને નમ્ર રાખ્યા.

તો જેમ કે તમે નવદ્વીપ ધામ માં વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છો, તો અમે આશા રાખીએ છીએ કે તમારો ભગવાન ચૈતન્ય માટે તમારો પ્રેમ વધે અને ભગવાન ચૈતન્ય સાથે પ્રેમમય આદાનપ્રદાન વધે.

( રસ પ્રિયા ગોપીકા દેવી દાસી દ્વારા લિપ્યન્તરીત )