જ્યારે હું એક બાળક હતો ત્યારે નાતાલની આગલી સાંજે અમે બહાર જતા અને જ્યારે પાછા આવીએ ત્યારે સાંતાક્લોઝ મુલાકાતે આવ્યા હોય અને ક્રિસમસના ઝાડની નીચે અમારા માટે ભેટ મુકી હોય. પરંતુ જો મારે અત્યારે કહેવું પડે કે હું મારા માટે ક્રિસમસના દિવસે કેવા પ્રકારની ભેટની ઇચ્છા રાખું છું તો, મારી ઇચ્છા છે કે મારા શિષ્યો અને બધા જ ભક્તો ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં અને ભગવાન ચૈતન્યની તથા ભગવાન શ્રીકૃષ્ણની સેવા માટે તેમની આત્યંતિક આતુરતા અને તેમની શાશ્વત લીલામાં પ્રવેશ કરવા માટે સ્વયંની રૂચિને વિકસીત કરે. પ્રભુપાદે વારંવાર આપણને યાદ અપાવ્યું હતું કે આપણે આ શરીર નથી. આપણે બધા જ ભગવાન કૃષ્ણના શાશ્વત અંશ, શાશ્વત આત્મા છીએ. આપણો સ્વભાવ ભગવાન કૃષ્ણની સનાતનપણે સેવા કરવાનો છે. ભગવાન ચૈતન્ય અને ભગવાન નિત્યાનંદ સૌથી દયાળુ છે અને તેઓ આપણને કૃષ્ણપ્રેમ આપવા માગે છે પણ આપણે બહુ જ કાળજીપૂર્વક કળિ ના પાંસાઓ જેવા કે વ્યભિચાર, માંસાહાર, માછલી અને ઇંડાનું ભક્ષણ, નશો, અને જુગાર વગેરેથી દૂર રહેવું જોઈએ. આ રીતે, આપણે સ્વયંને ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં, તેમની દિવ્ય લીલા અને તેમના વિશે શ્રવણ કરવામાં અને તેમની સેવા કરવામાં મગ્ન રાખવું જોઈએ. હરે કૃષ્ણ.
આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી