પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યગણ અને ગુરુ મહારાજના શુભચિંતકો,

કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રીલ પ્રભુપાદની જય!

અમને હમણાં ડૉ. રિલા દ્વારા જાણ કરવામાં આવી છે કે યકૃત ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું છે અને તે સારી રીતે કામ કરી રહ્યું છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ શરૂ થવાની તૈયારીમાં છે.

અમે આપને ગુરુ મહારાજના સફળ પ્રત્યારોપણ અને ત્યારબાદ તેમની ઝડપી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે જોરશોરથી પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ.

ગુરુ મહારાજ એ તમામ લોકોનો આભાર માને છે કે જેઓ તેમના અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અમે આપને પ્રગતિ પર પોસ્ટ કરતા રહીશું.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય ટીમ વતી,
મહા વરાહ દાસ