પ્રતિ,

મારા પ્રિય ભક્તોને,

કૃપા કરીને મારી શુભેચ્છાઓ સ્વીકાર કરશો. શ્રીલ પ્રભુપાદની જય.

કેન્દ્ર સ્થળ: શ્રીધામ માયાપુર
કેમ્પ: હોસ્પિટલ, ચેન્નઇ
સમય: ૧૧:૫૧ બપોરે

જેમ તમે બધા જાણી શકો છો, હું ચેન્નઇમાં યકૃત અને કિડની પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યો છું. અમે એક સરકારી હોસ્પિટલનું વિશ્લેષણ કર્યું છે અને પસંદ કરી છે જ્યાં અમારા સર્જન જશે. મેં રજિસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે અને એવું લાગે છે કે આવતીકાલે સવારે મારી શસ્ત્રક્રિયા કરવામાં આવશે. તમારી પ્રાર્થના, કીર્તન, યજ્ઞો વગેરે માટે આપનો આભાર.

આશા છે કે આપનુ સ્વાસ્થ્ય સારૂ હશે અને આપ આનંદ દાયક કૃષ્ણ ચેતના મનોભાવમાં હશો.

આપની સેવામાં,
જયપતાકા સ્વામી