પ્રિય ગુરુ-પરિવાર; શિષ્યો અને ગુરુમહારાજના શુભેચ્છકો,
કૃપા કરીને અમારી નમ્ર પ્રાર્થનાનો સ્વીકાર કરશોજી. શ્રીલ પ્રભુપાદની જય.
આ સંદેશો એ કારણનો અહેવાલ આપવા માટે છે કે શા માટે ગુરુ મહારાજ છેલ્લા અઠવાડિયાથી હોસ્પિટલની અંદર બહાર છે. વિશ્વભરના કેટલાક ભક્તોએ તેમની માન્ય ચિંતા વ્યક્ત કરી છે તેથી અમે વર્તમાન પરિસ્થિતિને સ્પષ્ટ કરવાની આશા રાખીએ છીએ અને ભારપૂર્વક કહીએ છીએ ગુરુ મહારાજના સ્વાસ્થ્યની શ્રેષ્ઠ સંભવિત ક્ષમતાને જાળવી રાખવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ગુરુ મહારાજના સ્વાસ્થ્ય સ્થિતિની તાજેતરની ઘટનાઓનું ટૂંકમાં વર્ણન:
ગયા વર્ષે (નવેમ્બર) ના અંતમાં આરોગ્ય તપાસમાં હાજરી આપ્યા બાદ, ગુરુ મહારાજાની સ્થિતિમાં (યકૃત, કિડની વગેરેમાં) ધીમે-ધીમે ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાત ડોકટરોએ ભલામણ કરી હતી કે આવા લાંબા પ્રવાસમાં સંકળાયેલાં ઉચ્ચ જોખમો અને ગુરુ મહારાજની પહેલાંથી રહેલી નાજુક સ્વાસ્થ્ય સ્થિતિને કારણે દક્ષિણ અમેરિકાની તેઓ તેમની મુલાકાત મુલતવી રાખે.
બાંગ્લાદેશની ટૂંકી મુલાકાત પછી, ઇન્સ્ટિટ્યુટ ઓફ લિવર અને બાઈલરી સાયન્સ (આઈએલબીએસ) ખાતે મુલ્યાંકન કરાવવા માટે ગુરુ મહારાજે દિલ્હી તરફ ઊડાન ભરી. રજા મેળવ્યા બાદ, અલગ આરોગ્ય ઉપાયોનું મૂલ્યાંકન ચાલુ રાખવા તેઓ ચેન્નઇ ગયા હતા. આ દરમિયાન, ગુરુ મહારાજે ઇસ્કોન મુંબઈની ૪૦ મી વર્ષગાંઠના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું નક્કી કર્યું. મુંબઈમાં કેટલીક ગૂંચવણો જોવા મળી અને તેમને ભક્તિવેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં ગુરુ મહારાજ તેમના આરોગ્યને સુધારવા માટે અને આ વર્ષે આવનાર ઇસ્કોન લિડરશીપ સંગ (આઇએલએસ) અને ગૌરપૂર્ણિમા ઉત્સવમાં ભાગ લેવા માટેના શ્રેષ્ઠ વિકલ્પોની વિચારણા કરી રહ્યા છે. તેઓ હંમેશાની જેમ સાવચેત, આનંદિત છે અને તેમના આરોગ્ય અને મુસાફરીના નિર્ણયો લઈ રહ્યા છે.
જો કે, છેલ્લા થોડા દિવસોમાં પ્રસારિત જાહેર સંચારમાં તેમણે ખૂબ અગવડતા અને પીડા પણ વ્યક્ત કરી છે જ્યાં તેમણે સૂચવ્યું હતું કે આ ગંભીર આરોગ્ય સમસ્યાઓમાં તેમને મદદ કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે નિયામક સિદ્ધાંતોનું કડકાઈથી પાલન કરવું અને “વધુ ભક્તો બનાવવામાં” તેમને મદદ કરવી.
તેમના જાણીતા પરાક્રમી વલણ સાથે, તેઓ પોતાના પ્રચાર કાર્યને સક્રિય રીતે ચાલુ રાખવા માંગે છે અને શ્રીલ પ્રભુપાદ અને ભગવાન ચૈતન્યની સેવા કરવા માંગે છે. આમ, અમે તેમના હેતુને પરિપૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવાની દરેક વ્યક્તિને વિનંતી કરીએ છીએ.
ગુરુ મહારાજના સ્વાસ્થ્ય ટુકડી વતી,
મહાવરાહ દાસ
(શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામીના યાત્રા સચિવ)
લેખન કાર્ય: ઈક્ષ્વાકુ દાસ દ્વારા