પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યગણ અને આપણા ગુરુ મહારાજના શુભચિંતક,

કૃપા કરીને મારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશોજી. શ્રીલ પ્રભુપાદની જય.

અમને તમને જણાવવામાં ખુશી થાય છે કે આજે બપોરે ગુરુ મહારાજને રજા આપવામાં આવી છે અને તેઓ તેમના નિવાસસ્થાન પર પાછા આવ્યા છે.

ચિકિત્સકોએ એક અઠવાડિયા માટે આરામની ભલામણ કરી છે અને તેમને એક અઠવાડિયા પછી સમીક્ષા માટે જવાનું છે. શસ્ત્રક્રિયાના ભાગમાં થોડોક દુખાવો છે એ સિવાય તેઓ સારું કરી રહ્યા છે કે જે સામાન્ય છે.

અમે આપ સહુને ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવાનું ચાલુ રાખવાની નમ્ર વિનંતી કરીએ છીએ.

સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી
આપનો સેવક,
મહાવરાહ દાસ