શુક્રવાર, ૩૦ નવેમ્બર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૧૦૫ મા દિવસની સમાપ્તિ
૧૯:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૭૬
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
અમને દામોદર માસ માટે કેટલાક આશ્ચર્યજનક અહેવાલો મળ્યા છે અને જે શાનદાર રીતે ભક્તો ઘણા આત્માઓ સુધી પહોંચી રહ્યા છે ગુરુ મહારાજ તેને સાંભળી રહ્યા છે.
ગુરુ મહારાજ સતત પ્રગતિ કરી રહ્યા છે અને શક્તિ પણ પ્રાપ્ત કરી રહ્યા છે અને તમારી પ્રાર્થનાઓ અને તપસ્યાઓ માટે અમે તમારા બધાનો આભાર માનીએ છીએ.
ગુરુ મહારાજ તેમના વર્ગ પહેલા ફેસબુક પર દરરોજ તેમના સ્વાસ્થ્ય અને તેમની પ્રવૃત્તિઓ વિશે અદ્યતન આપી રહ્યા છે અને તેઓ આ વર્ગમાં વધુ લોકોને જોવા માટે આતુર છે.
નિયમિત ફિઝિયોથેરાપી અને વાક્ ઉપચાર ગુરુ મહારાજને મોટા પ્રમાણમાં મદદ કરી રહ્યા છે. તેમનું ભાષણ હવે બહુ જ સ્પષ્ટ છે અને થોડા દિવસોમાં, કૃષ્ણની કૃપાથી, તેમના વર્ગ માટે કદાચ અનુવાદકની જરૂર નહીં રહે. તેમની ફિઝિયોથેરાપી તેમના પગને શક્તિ આપી રહી છે અને આજે તેઓ ૧૮ પગલાં ભરી શક્યા હતા.
અમે ભગવદ ગીતા મેરેથોન શરૂ કરીએ છીએ અને જે રીતે તમે બધાએ સહકાર આપ્યો અને દામોદર દીવાના ૧૦ લાખના લક્ષ્ય સુધી પહોંચ્યા, તે રીતે અમે તમને આ મહિનામાં પુસ્તકો વિતરિત કરવા માટે વિનંતી કરીએ છીએ અને કૃપા કરીને ગુરુ મહારાજના સ્વાસ્થ્ય માટે વિતરિત પુસ્તકોની વિગતો અને તમારા દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોની વિગતો www.jayapatakaswami.com પર ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે પ્રકાશિત કરશો કારણ કે આ ગુરુ મહારાજને અત્યંત ખુશ કરશે.
આગામી અદ્યતન આવશ્યકતાના આધારે પ્રકાશિત કરવામાં આવશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ