બુધવાર, ૧૪ નવેમ્બર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૯૧ મા દિવસની સમાપ્તિ
૨૧:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન ૭૫

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ભગવાન શ્રીકૃષ્ણની ગહન કૃપા અને તમારા બધાની ઘણી બધી પ્રાર્થનાઓ સાથે ગુરુ મહારાજ તેમના સ્વાસ્થ્યના વિવિધ પાસાઓ પર સતત સુધારો કરી રહ્યા છે. તેઓ ફિઝિયોથેરાપી સાથે સપ્તાહમાં ૬ દિવસ ભાષણ અને વાક ચિકિત્સા સાથે સપ્તાહમાં ૪ વખત સખત મહેનત કરી રહ્યા છે. તેઓ સ્કાયપે પર મહત્વપૂર્ણ બેઠકોમાં હાજરી આપી રહ્યા છે અને સંદેશાઓના જવાબ પણ આપી રહ્યા છે.

ભગવાન દામોદર ખૂબ દયાળુ રહ્યા છે અને ભક્તો ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ૧૦ લાખ દીવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે વધુ પ્રયત્નો કરી રહ્યા છે. તેમ છતાં તેઓ હજુ પણ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના નિર્ણાયક સમયમાં છે, તબીબો આપણને ખાતરી આપે છે કે તેમની પ્રગતિ અત્યાર સુધી સારી છે અને તેઓ આશા રાખે છે કે તે આ રીતે ચાલુ રહેશે. તેથી આ પ્રાર્થનાઓ ફરીથી ગુરુ મહારાજને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિમાં અને ટૂંક સમયમાં તેમની સેવાઓ પર પાછા આવવા માટે મદદ કરશે.

કૃપા કરીને દૈનિક ધોરણે જાણ કરવા માટે નીચે આપેલ વોટ્સએપ લિંકનો ઉપયોગ કરો (જો તમે www.jayapatakaswami.com પર જાણ કરી રહ્યા હોય તો પણ):
https://chat.whatsapp.com/JA8vh53B65LLKbXrSeZKjp

અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમારા દ્વારા કરવામાં આવેલા બધા દામોદર આરતી કાર્યક્રમોની વિગતો ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો કારણ કે આ ગુરુ મહારાજને ખુબ જ ખુશ કરશે.

કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૩૦.૧૧.૨૦૧૮ ના રોજ હશે

અમે તમને બધાને ભીષ્મ પંચકની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ