બુધવાર, ૨૪ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૭૦ મા દિવસની સમાપ્તિ
૨૩:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૭૨ (સંક્ષિપ્ત)

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

અમે તમને બધાને પવિત્ર કાર્તિક માસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

ભગવાન કૃષ્ણની કૃપાથી ગુરુ મહારાજનું સ્થિર રહેવાનું ચાલુ છે અને ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યા છે.

ગુરુ મહારાજ ફિઝિયોથેરાપી પર થોડોક સમય પસાર કરી રહ્યા છે અને તબીબો દ્વારા ભલામણ કરાયેલ શક્ય હોય તેટલું વધારે પોષણ લેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ફેસબુક પર ૧૩ મી ઓક્ટોબર, ૨૦૧૮ થી નિયમિત વર્ગો આપવામાં સક્ષમ છે, કે જેને તમારામાંથી મોટાભાગના લોકો દરરોજ જોઈ રહ્યા છે. ગુરુ મહારાજને વાક્ ઉપચાર આપવા માટેની યોજનાઓ પણ ચાલુ છે. કૃપા કરીને ભગવાન દામોદરને પ્રાર્થના કરો કે તેમની વાણી પૂર્વવત્ થઈ જાય કે જેથી આપણે બધા ગુરુ મહારાજને સ્પષ્ટ રીતે સાંભળી અને સમજી શકીએ.

કૃપા કરીને નવઆગંતુકોને આમંત્રિત કરો અને આ પવિત્ર માસમાં તેમને ભગવાન દામોદરની મહિમાનો પ્રચાર કરો અને કૃપા કરીને ગુરુ મહારાજના લાભ માટે વધારાના દીવાના અહેવાલ મોકલો.

જો આ કાર્તિક મહિના માટેના લક્ષ્ય તરીકે સુયોજિત કરેલ ૧૦ લાખ દીવાના લક્ષ્ય કરતાં વધુ સારું ન થાય તો, ચાલો આપણે એકસાથે પ્રાપ્ત કરીએ.

કૃપા કરીને પ્રાર્થના ચાલુ રાખો અને કૃપયા આ કાર્યક્રમોની વિગતો www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો કારણ કે આ ગુરુ મહારાજને ખૂબ જ પ્રસન્ન કરશે અને આ ગુરુ મહારાજને ઝડપથી પુનઃસ્વસ્થ થવામાં મદદ કરશે. આ શ્રીલ પ્રભુપાદ પ્રત્યે તેમના વચનોને ઝડપથી સમજવામાં અને તેમની ભક્તિમય ઇચ્છાઓ પ્રાપ્ત કરવામાં તેમની ખૂબ જ મદદ કરશે.

કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૩૧.૧૦.૨૦૧૮ ના રોજ હશે અને હવેથી દર અઠવાડિયે એક વાર.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ