સોમવાર, ૮ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૫૪ મા દિવસની સમાપ્તિ
૨૨:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૫
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
કૃષ્ણની કૃપાથી, છેલ્લા બે દિવસમાં ગુરુ મહારાજ સતર્ક રહ્યા છે. રાત્રીની ઊંઘ સારી રહી છે. આજે ડિકેન્યુલેશન પછી બારમો દિવસ છે અને ગુરુ મહારાજ તેને સહન કરી રહ્યા છે. તેઓ ખાંસી સાથે તેમના શ્ર્લેષ્મને બહાર નીકાળી રહ્યા છે અને સ્પાયરોમીટર પર તેમના શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે. આજે કાર્ડિયો-પલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટે મુલાકાત લીધી. તેમને ખૂબજ વિશ્વાસ છે કે ગુરુ મહારાજ ટૂંક સમયમાં જ તેમની મૂળ સ્નાયુ શક્તિ પાછી મેળવશે.
તમારી બધી પ્રાર્થનાઓ બદલ આભાર, ગુરુ મહારાજના રક્ત પરિમાણો ધીરે ધીરે સામાન્યતા તરફ આગળ વધી રહ્યા છે, જોકે તેમાં થોડો સમય લાગશે. ગુરુ મહારાજ તેમના નિત્યક્રમનું પાલન કરી રહ્યા છે – તબીબોની સલાહ પ્રમાણે ભોજન કરી રહ્યા છે અને શક્ય તેટલો વધુ આરામ કરી રહ્યા છે. આવતીકાલે તેમની નિર્ધારિત તપાસ છે.
ચાલો આપણે બધા તીવ્રતાથી પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજ તેમની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ તરફ સારી રીતે આગળ વધે. જેટલી જલ્દી ગુરુ મહારાજ પુનઃસ્વાસ્થય પ્રાપ્તિ કરે છે, તેટલી જલ્દી તેઓ શ્રીલ પ્રભુપાદ પ્રતિના તેમના વચનો પૂર્ણ કરવામાં સક્ષમ બનશે, જેમાં વહેલી તકે માયાપુર ટીઓવીપીના ભવ્ય ઉદઘાટનનો સમાવેશ થાય છે. ચાલો આપણે બધા એક સાથે એકઠા થઈને અને તીવ્રતાપૂર્વક પ્રાર્થના દ્વારા તેમને પ્રસન્ન કરીએ, આ કાર્યક્રમોની વિગતો ફોટા, ઑડિયો અને વિડિયો સાથે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો.
કાર્તિક માસ ઝડપથી નજીક આવી રહ્યો છે. પદ્મ પુરાણ, ઉત્તરા ખંડ ૧૧૨.૩ માં, ભગવાન કૃષ્ણ કહે છે, “બધા છોડમાં, પવિત્ર તુલસી મને સૌથી વધુ પ્રિય છે, બધા મહિનામાં, કાર્તિક મને સૌથી વધુ પ્રિય છે, બધા તીર્થ યાત્રાધામમાં, મારુ પ્રિય દ્વારકા સૌથી વધુ પ્રિય છે, અને બધા દિવસોમાં, એકાદશી સૌથી વધુ પ્રિય છે.” તેથી, ચાલો આપણે આ સૌથી વધુ કૃપાળુ મહિનામાં ભગવાન દામોદરની ખુશી માટે આપણા ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પણ આપણી તપસ્યામાં વધારો કરીએ અને આપણા વધારાના જપ, નૃસિંહ કવચ, તુલસી પ્રણામ, આરતીની દિવેટ બનાવવી વગેરે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરીએ.
કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૧૦/૧૦/૨૦૧૮ ના રોજ હશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ