શનિવાર, ૬ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૫૨ મા દિવસની સમાપ્તિ
૨૧:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૪

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ભગવાન શ્રી કૃષ્ણ કૃપાથી ગુરુ મહારાજ છેલ્લા બે દિવસથી સતર્ક રહ્યા છે, તેમ છતાં ખાંસીને લીધે રાત્રી અશાંત રહી છે. આજે ડિકેન્યુલેશન પછી દસમો દિવસ છે અને ગુરુ મહારાજ તેને સહન કરી રહ્યા છે. તેઓ સ્વયં ખાંસી સાથે શ્ર્લેષ્મને બહાર નીકળવા માટે સક્ષમ છે. તેઓ સ્પાયરોમીટર પર સારું કરી રહ્યા છે. તેમના કાર્ડિયોપલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ સોમવારે (૦૮ ઓક્ટોબર, ૨૦૧૮) મુલાકાત લેશે.

ગુરુ મહારાજના રક્ત પરિમાણો હજુ પણ ઇચ્છનીય સ્તરે નથી. આજે તેમનું હિમોગ્લોબિન નીચું હતું અને તેમને રક્તસંક્રમણ કરવું પડ્યું હતું. તેમની ડાબી આંખના કોર્નિયામાં થોડીક ચાંદી પણ છે કે જેને સુરક્ષિત રાખવાની જરૂર છે. તબીબોએ એક નાની સર્જરી કરવાની ભલામણ કરી છે કે જ્યાં આંખને રક્ષણ આપવા માટે આંખોના પોપચાને આંશિક રીતે એક સાથે જોડી દેવામાં આવશે.

ઘણા બધા અવરોધો હોવા છતાં ગુરૂ મહારાજ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે અને આપણી તીવ્ર પ્રાર્થનાઓ ચોક્કસપણે તેમની મદદ કરી રહી છે. જોકે, ગુરુ મહારાજે નોંધ્યું હતું કે આ ખૂબ જ મુશ્કેલ સમય છે, અને તેથી ચાલો આપણે આપણી તીવ્ર પ્રાર્થનાઓ ચાલુ રાખીએ. જેમકે તમે બધા જાણો છો, કાર્તિક માસ ઝડપથી નજીક આવી રહ્યો છે અને દામોદર કાર્યક્રમ ગુરુ મહારાજને ખૂબ જ પ્રિય છે. કૃપા કરીને તમારી કાર્તિક માસની યોજનાઓ www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો.

ત્યાં સુધી સત્સંગમાં એક સાથે મળીને પ્રાર્થનાઓને વધુ તીવ્ર કરો. ગુરુ મહારાજની પ્રસન્નતા માટે ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે આ કાર્યક્રમોની વિગતો www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો. ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ શ્રીલ પ્રભુપાદ પ્રત્યેના તેમના વચનોને ઝડપથી પ્રાપ્ત કરવામાં તેમની મદદ કરશે.

કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૦૮.૧૦.૨૦૧૮ ના રોજ હશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ