ગુરુવાર, ૪ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૫૦ મા દિવસની સમાપ્તિ
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૩
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગઈકાલે પીઠમાં દુખાવાને લીધે ગુરુ મહારાજ તેમની ઊંઘ વિક્ષેપિત હોવા છતાં સતર્ક દેખાઈ રહ્યા છે. આ લાંબા સમય સુધી વ્હીલ ચેર પર બેસીને, તેમની હોસ્પિટલ અને પરત યાત્રાના પરિણામરૂપ હતું.
આજે ડિકેન્યુલેશન પછીનો ૮ મો દિવસ છે. અને ગુરુ મહારાજ તેને સારી રીતે સહન કરી રહ્યા છે. તેઓ દવા પર છે અને ઉચ્ચ પોટેશિયમ માટે કેટલાક આહારમાં પરિવર્તન છે. તેમના કેટલાક અન્ય પરિમાણો ઉપર અને નીચે છે. કૃષ્ણની કૃપાથી આ પરિમાણો સામાન્ય રીતે પાછા આવવા જોઈએ કારણ કે કિડની ધીમે ધીમે સંપૂર્ણ કાર્ય શરૂ કરી રહી છે.
આજે, ચેન્નઈમાં સૌથી શ્રેષ્ઠ ફિઝિયોથેરાપીસ્ટે ગુરુ મહારાજની મુલાકાત લીધી. તેમણે મૂલ્યાંકન તૈયાર કર્યું છે અને આવતીકાલથી અમલમાં મૂકવાની ઉપચારની યોજના સાથે આવશે. રોજિંદા ધોરણે તબીબો દૈનિક પ્રગતિને અદ્યતન કરતા આઇસીયુના વરિષ્ઠ સલાહકાર સાથે સંપર્કમાં રહે છે.
અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તમે ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે કૃષ્ણની કૃપાનું આહ્વાન કરતી તમારી પ્રાર્થનાઓને તીવ્ર કરો. આનો અર્થ એ થશે કે એકવાર ગુરુ મહારાજ તેમના કાર્યમાં પાછા આવી જશે, તો તેઓ શ્રીલ પ્રભુપાદ પ્રત્યે તેમના વચનો પૂરા કરવા સક્ષમ બનશે. કૃપા કરીને તીવ્ર પ્રાર્થના માટે વધુ પ્રાર્થના કાર્યક્રમોનું આયોજન કરો અને ગુરુ મહારાજની પ્રસન્નતા માટે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો.
કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૦૬.૧૦.૨૦૧૮ ના રોજ હશે અને હવે પછી દરેક બે દિવસમાં એકવાર.
સ્વાસ્થ્ય સમૂહ અને જેપીએસ સેવા સમિતિ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ