રવિવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૫૯ (સંક્ષિપ્ત)

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજ આજે સવારે સતર્ક દેખાતા હતા. તેઓ સારી રીતે ઊંઘી ગયા હતા. અત્યાર સુધી તેમના માટે પોસ્ટ-ડિકેન્યુલેશન સમયગાળો સારી રીતે પસાર થયો છે. ગુરુ મહારાજ શ્વાસ લેવા માટે બાહ્ય સહાય ટાળવા માટે સખત મહેનત પણ કરી રહ્યા છે. ગુરુ મહારાજને વધુ ગતિમાન કરવામાં આવી રહ્યા છે. તેઓ ગઇકાલે ૩ વખત તેમની વ્હીલ ચેર પર બેઠા. તેઓ સ્પાયરોમીટર અને તેમના દૈનિક શારીરિક ઉપચાર પર નિયમિત છે.

કેટલુંક પ્રવાહી સંગ્રહિત હોવા છતાં મૂત્રપિંડ પ્રવાહીને બહાર નિકાળવામાં મદદ કરી રહ્યા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ગુરુ મહારાજના પરિમાણો એક સમયગાળા દરમિયાન સ્થિર રહે કે જેથી તેમને આઇસીયુમાંથી બહાર સ્થાનાંતરિત શકાય.

અમે ફરી વાર કહેવા માંગીએ છીએ કે કિડની સામાન્ય કાર્યરત સ્થિતિમાં ન આવે ત્યાં સુધી આગામી થોડા મહિનાઓ ખૂબ જ મુશ્કેલ છે. તીવ્ર પ્રાર્થના ત્વરીત ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિને સુનિશ્ચિત કરી શકે છે. માટે, કૃપા કરીને સમૂહ પ્રાર્થના કાર્યક્રમોનું આયોજન કરો અને www.jayapatakaswami.com પર વિગતો પ્રકાશિત કરો કારણ કે આ ગુરુ મહારાજને બહુજ પ્રસન્ન કરશે અને શ્રીલ પ્રભુપાદના મિશન પ્રત્યેના તેમના વચનોને પૂર્ણ કરવામાં મદદ કરશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ