શનિવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૫૮
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અને તમારી બધી પ્રાર્થનાઓના પરિણામ સ્વરૂપ, ગુરુ મહારાજ તેમના બિપાપ મશીન સાથે અને વેન્ટિલેટર કોઈપણ સહાયતા વિના તેમનો શ્વાસ જાળવી રાખવામાં સક્ષમ રહ્યા છે. તેઓ આખો દિવસ સતર્ક રહ્યા હતા અને તેમનું ભોજન લઈ રહ્યા છે.
તબીબો હજુ પણ પ્રવાહીના સંગ્રહ પર કામ કરી રહ્યા છે કે જે કિડની સંપૂર્ણ પણે કાર્યરત ન હોવાથી થઈ હોવાના કારણે છે. તેઓએ ગુરુ મહારાજને મૂત્રવર્ધક ઔષધિ પર રાખવા શરૂ કર્યા છે અને આ તેમની મદદ કરી રહી છે.
જેમ કે અમે સવારના અહેવાલમાં જણાવ્યું હતું કે, ડિસેન્યુલેશન પછીના ૪૮ કલાક ખૂબ જ મુશ્કેલ છે અને ગુરુ મહારાજ કોઈપણ બાહ્ય સહાયતા વગર શ્વાસ લેવામાં સક્ષમ થાય એ માટે અમે નમ્રતાપૂર્વક તીવ્ર પ્રાર્થના કરવા માટે વિનંતી કરીએ છીએ. આ એક મુશ્કેલ પરિબળ છે અને નક્કી કરશે કે તેઓ કેટલી જલ્દી આઈસીયુ છોડી શકે છે.
તેથી, ચાલો આપણે બધા વિશ્વના અલગ અલગ ભાગોમાં એક સાથે સત્સંગમાં ભેગા થઈએ અને તીવ્રતાથી પ્રાર્થના કરીએ, આ અદભુત કૃષ્ણ ભાવનામય ઉત્સવોની વિગતો ગુરુ મહારાજની પ્રસન્નતા માટે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો. ચાલો આપણે ભગવાન શ્રી કૃષ્ણને ભારપૂર્વક પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજને શ્રીલ પ્રભુપાદ પ્રત્યેના તેમના વચનો પૂર્ણ કરવા માટે અવસર પ્રદાન કરે. તેમની કૃપા ઝડપથી અને પલક ઝપકતાં જ ગુરુ મહારાજને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ