શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજની ૬૯મી વ્યાસ પૂજા, ઇસ્કોન ચેન્નઈ
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજની ૬૯મી વ્યાસ પૂજા ઇસ્કોન, ચેન્નઇમાં થઈ હતી. ઉત્સવ ૨૬, ૨૭ અને ૨૮ માર્ચ ૨૦૧૮ સુધી વિસ્તૃત હતો. આ ઉત્સવ ખરેખર સનસનાટીભર્યો હતો અને લોકોના હૃદય પર ઊંડી અસર કરી હતી! આ ઐતિહાસિક પ્રસંગમાં ૬૦૦૦ થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો, ગુરુ મહારાજના આટલા બધા શિષ્યો દક્ષિણ ભારતમાં આના પહેલા ક્યારેય એક સાથે એકઠા થયા ન હતા. પ્રસંગનું આયોજન ઇસ્કોન ચેન્નઈ દ્વારા દરેક વિગતવાર સાથે સાવચેત રીતે કુશળ રીતે કરવામાં આવ્યું હતું.
આદિવાસ સમારોહ ૨૬ માર્ચના રોજ યોજવામાં આવ્યો હતો. સમારોહએ શુભતાનું આહવાન કર્યું અને વ્યાસ પૂજા માટે મનોભાવને રજૂ કર્યા. સમારોહની પહેલાં ભક્તોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન કર્યું. પ્રેક્ષકોમાં યુવાન અને વૃદ્ધ, જૂનાં અને નવા વરિષ્ઠ ભક્ત હતા. મંચ પૃષ્ટભૂમી માયાપુરમાં શ્રી શ્રી રાધામાધવ અષ્ટ સખી અને શ્રીલ પ્રભુપાદની સાથે સ્થાપિત કરવામાં આવ્યા હતા. ”ગુરુ મહારાજ પહેલેથી જ મહિમાથી પરિપૂર્ણ છે, તેમને આપણા મહિમાગાનની જરૂર નથી.”
આપણું જીવન શુભ બનાવવા માટે, આપણે તેમનું મહિમાગાન કરીએ છીએ”, શ્રીપાદ સંકર્ષણ દાસ અધિકારીએ તેમના આદિવાસ સંબોધનમાં કહ્યું. આપણા દરેકનું જીવન શુભ બનાવવા માટે વ્યાસ પૂજા મનાવવાનો આ અલગ વિચાર હતો. જો કે ગુરુ મહારાજ “સ્વાસ્થ્ય સંકટના પ્રતીક” માં છે, જેમ કે શ્રીપાદ વિજય વેણુગોપાલ દ્વારા વર્ણન કરવામાં આવ્યું. કોઈ જોવામાં અસફળ ના હોઈ શકે કે કેવી રીતે ગુરુ મહારાજ, સમારોહમાં ભાગ લેવા માટે સૌથી વધારે દયાળુ હોવા છતાં, પોતાની જાતે સહમત થયા. શ્રી શ્રીમદે આદિવાસ સમારોહ વિશે વાત કરી, મહિમાગાન સત્રના થોડા સમય દરમિયાન પણ ઉપસ્થિત હતા, વ્યાસ પૂજા સંબોધન કર્યું, અને શિષ્યોને આરતી અને અભિષેક કરવાની પરવાનગી આપી. પૂરા ત્રણ દિવસના ઉત્સવમાં બેસી રહેવું અત્યંત પડકારજનક છે અને તેઓ એક વાર ફરીથી સાબિત કરી રહ્યા હતાં કે તેમના શિષ્યો અને શ્રીલ પ્રભુપાદ માટે તેમનો પ્રેમ અભૂતપૂર્વ છે.
તેમના આદિવાસ સંબોધનમાં ગુરુ મહારાજે વ્યક્ત કર્યું કે તેઓ આટલા બધા ભક્તોને જોવા માટે ખુશ હતા. તેઓ ખુશ હતા કે ઘણા વરિષ્ઠ શિષ્યો આવ્યા હતા અને કહ્યું કે, “તમે તે લોકો પાસેથી ઘણું બધું શીખી શકો છો.” પાછળના કેટલાક વર્ષોમાં, JPS સેવા સમિતિ અને JSSS ના વરિષ્ઠ શિષ્યો બેઠક કરી રહ્યા છે અને ભક્તોની સંભાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે નવી જવાબદારીને લેવા માટે ભક્તોને ઉત્સાહિત કરતા રહ્યા છે. ગુરુ મહારાજ આ પ્રયત્નોને પ્રોત્સાહન આપી રહ્યા છે.
વ્યાસ પૂજા:
૨૭ માર્ચે, ભક્તો તેમના પ્રિય આધ્યાત્મિક ગુરુની મહિમામાં સ્વયંને વિસર્જિત કરવા માટે એકત્રિત થયા. સમારોહના પ્રમુખ હરિ લીલા પ્રભુ સરળતાથી, એ ખાતરી કરતા કે બધું જ સમયથી થઈ રહ્યું છે, તેઓ દરેકને બોલવાની તક આપતા સમગ્ર સમારોહમાં દોડી રહ્યા હતા. અહીંયા મહિમાગાન સત્રના થોડાક અંશ છે.
શ્રી શ્રીમદ્દ સતસ્વરૂપદાસ ગોસ્વામી મહારાજ:
શ્રીલ જયપતાકા મહારાજ શ્રીલ પ્રભુપાદના મહાન શિષ્ય છે. મેં એક વાર્તા સાંભળી છે કે જ્યારે તેઓ એક યુવા સંન્યાસી હતા, તેઓ શ્રીલ પ્રભુપાદ અને એક ભારતીય સજ્જન (કદાચ તેઓ એક રાજનીતિજ્ઞ હતા) ની સાથે હાજર હતા. શ્રીલ પ્રભુપાદ જયપતાકા મહારાજની પ્રશંસા કરી રહયા હતા. તેમણે કહ્યું, “આ છોકરો તેના પાછળના જીવનમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુનો સહયોગી હતો, અને આ જીવનમાં તે ૧૦૦૦૦ શિષ્ય બનાવશે.” આ અસાધારણ નિવેદન શ્રીલ પ્રભુપાદ તરફથી આવી રહ્યું છે અને અમે આને સત્યના રૂપમાં લઈ રહ્યા છીએ. જયપતાકા મહારાજ તેમના ઉપદેશમાં હંમેશા શ્રી ગૌરાંગ મહાપ્રભુનું માહિમાગાન કરતા એક “ચૈતન્ય પુરુષ” છે.
શ્રી શ્રીમદ્દ હ્યદયાનંદ દાસ ગોસ્વામી:
“તેમની નિરંતર સેવા, બધી પરિસ્થિતિમાં પ્રચાર કરવાનું તેમના આશ્ચર્યજનક દ્રઢ સંકલ્પે મારી ગહન પ્રસંશાને અર્જિત કરી છે.”
શ્રી શ્રીમદ્દ શચીનંદન સ્વામી:
“તમારી સેવા કરવાની ઈચ્છા એટલી મહાન છે કે જ્યાં પણ તમે જાઓ છો, પ્રેરણાનો ચમત્કાર થાય છે.”
શ્રી શ્રીમદ્દ લોકનાથ સ્વામી:
તમે અનન્ય છો અને આ લોકમાં તમારી સમાન બીજું કોઈ નથી.”
શ્રી શ્રીમદ્દ ભક્તિ નિત્યાનંદ સ્વામી:
“ગુરુ મહારાજ એક બહુ જ ખાસ વ્યક્તિ છે, બહુ જ ખાસ વ્યક્તિ કારણ કે તેઓ શ્રીલ પ્રભુપાદને ૧૦૦ ટકા સમર્પિત છે.”
શ્રી શ્રીમદ્દ ભક્તિ વિનોદ સ્વામી:
જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ, હું ઊંડાણ પૂર્વક પ્રશંસા કરવા સક્ષમ છું કે કેવી રીતે એક મનુષ્યએ સહિષ્ણુ અને ધીર બનવાની જરૂર છે અને એ સિવાય કેવી રીતે વિનમ્ર બનવું જોઈએ.”
શ્રીપાદ બલરામ ગોવિંદ દાસ:
“અમને ગુરુ મહારાજનો સંગ મળ્યો તેના માટે અમે બહુ ભાગ્યશાળી છીએ. તેમણે દરેકને સ્મરણ કરાવ્યું કે ગુરુ મહારાજને બદલામાં એક જ વસ્તુ કરી શકીએ છીએ, તે છે આપણી યોગ્ય સાધના અને ચાર નિયમકારી સિદ્ધાંતોનું પાલન કરવું.
એચ. જી. પ્રેમ પદ્મિની દેવી દાસી:
“ગુરુદેવ ભગવાન પ્રત્યે તમારું સમર્પણ આશ્ચર્યજનક છે.” “અમે આપને એક સાથે મળીને કાર્ય કરતા અને વધારે પ્રતિબદ્ધ, ભક્તોની માળા અર્પણ કરવા ઇચ્છીએ છીએ.
એચ. જી શાંતિ રુપીની દેવી દાસી:
“ગુરુ મહારાજ એક આદર્શ શિષ્યનું ઉદાહરણ છે.”
એચ. જી નિતાઈ સેવિની દેવી દાસી:
“જો આપણે કૃષ્ણને જોવા માંગીએ છીએ, તો આપણે એમને ગુરુ મહારાજના હ્રદયમાં જોઈ શકીએ છીએ. જો આપણે કૃષ્ણનું ધ્યાન આકર્ષિત કરવા ઇચ્છીએ છીએ તો આપણે શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજને બોલાવવા પડશે.
ગુરુ મહારાજે ધ્યાનથી સ્તુતિઓને સાંભળી. એમના વ્યાસ પૂજાના સંબોધનમાં એમણે કહ્યુ, “બધી સ્તુતિઓ સાંભળવામાં સારી છે પણ હું એના માટે યોગ્ય નથી. ગુરુ મહારાજે પુસ્તક વિતરણ વિશે વાત કરી, નવદ્વીપ ધામનો વિકાસ, અને ટીઓવીપીનું નિર્માણ જેવી થોડીક પ્રમુખ સેવા કરવાની છે જે શ્રીલ પ્રભુપાદને પ્રસન્ન કરશે. એમણે વારંવાર ભક્તોને કહ્યું કે આ એમને પ્રસન્ન કરશે. “મને બહુ જ ખુશી છે કે ભારતમાં ચારેબાજુ આટલા બધા મંદિર ઉભરીને આવ્યા છે, ફક્ત માયાપુરમાં જ નહિં પણ દક્ષિણ ભારત, ગુવાહાટી, હૈદરાબાદ, વિશાખાપટનમ, રાજમુન્દ્રી, ચેન્નઈ, કોઈમ્બતુર અને સંપૂર્ણ દક્ષિણમાં. આ વાસ્તવમાં અદભુત છે કે એક વ્યક્તિ આટલા બધા મંદિરોની શરૂઆત કરવામાં સહાયક સાધન બની શકે છે! ગુરુ મહારાજે આગળ કહ્યું કે ઇસ્કોનનો હેતુ કેવળ મંદિરોનું નિર્માણ કરવાનો નહિ પણ પ્રચાર કરવા માટે પણ છે. પ્રચારને સૌથી વધારે મહત્વ આપવું જોઈએ. એમણે પવિત્ર સ્થાનોના સંરક્ષણ વિશે એમની ચિંતા વ્યક્ત કરી.
મને ખબર નથી કે હું આ સંસારમાં કેટલા સમય માટે રહીશ. મને આશા છે કે તમે બધા આ મહત્વપૂર્ણ સેવાને લેશો અને જોશે કે આ બધા પવિત્ર સ્થાન સંરક્ષિત રહે.” તેમણે કહ્યું.
સાંજે, ગુરુ મહારાજ માટે પાદ પૂજા અને આરતી કરવામાં આવી હતી. સાંજના કાર્યક્રમ માટે વિશેષ આમંત્રિત લોકોમાં ડોક્ટરોની ટુકડી હતી, જેઓ ગુરુ મહારાજના સ્વાસ્થ્યની સ્થિતિમાં મદદ કરી રહ્યા છે.
ગુરુ દેવની શિષ્યા અને તમિલનાડુ મેડિકલ વિશ્વવિદ્યાલય ડૉ. એમ. જી. આર ના કુલપતિ ડૉ. ગીતા લક્ષ્મીએ બતાવ્યું કે ગુરુ દેવે કેવી રીતે એમના જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને બતાવ્યું કે કેવી રીતે ૧૬ માળા કરવી અને નિયમકારી સિદ્ધાંતોનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ છે. મુખ્ય સર્જન ડૉ. મોહમ્મદ રીલ જે ગુરુ મહારાજની સર્જરી કરશે અને જેમણે ૪૦૦૦ સફળ યકૃત પ્રત્યારોપણ પુરા કર્યા છે, તેઓ હજાર હતા. તેમણે ટિપ્પણી કરી કે તેમને વ્યાસ પૂજામાં ઉપસ્થિત રહેવાનો બહુજ વિશેષાધિકાર પ્રાપ્ત થયો અને એ જોવું એમની જવાબદારી છે કે ગુરુ મહારાજના શારીરિક સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવે. રસપ્રદ છે કે તેમણે તમિલ ભાષામાં રામાયણનો ઊંડાઇથી અભ્યાસ કર્યો છે અને ભગવાન રામચંદ્રના જીવન પર આધારિત ગુરુ તત્વની ચર્ચા કરી.
આના પહેલા દિવસે સાંજે શ્રી વલ્લભ પ્રભુએ ગુરુ મહારાજના સ્વાસ્થ્ય વિશે અને સૂચિત નિર્ણય જે કે જેપીએસ સેવા સમિતિની સાથે લેવામાં આવે છે તેના વિશે સંક્ષેપમાં દર્શકોને બતાવ્યું અને શિષ્યોને આગ્રહ કર્યો કે નવદ્વીપ મંડળ પરિક્રમા ટ્રસ્ટ, ભક્તિ વેદાંત સ્વામી ચેરિટી ટ્રસ્ટ જેવી ગુરુદેવની વિભિન્ન પરિયોજનાનામાં મદદ કરે. એમને શિષ્યોને ગુરુ મહારાજના સ્વાસ્થ્ય અને જેપીએસ અભિલેખાગાર અને મીડિયાને યોગદાન કરવા માટે પણ અનુરોધ કર્યો.
૨૮ ના રોજ, વિભિન્ન અધ્યાત્મિક વિષયો પર સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું. આના પછી વૈભવશાળી દ્વાદશી પ્રિતિભોજનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસાદની વ્યવસ્થા શ્રીપાદ રંગ કૃષ્ણ દાસે કરી હતી.
ગુરુ મહારાજે ઇસ્કોન ચેન્નઈના ભક્તોને ૧૫ દિવસની એક સંક્ષિપ્ત સૂચના સાથે વ્યાસ પૂજાનું આયોજન કરવા માટે ધન્યવાદ આપ્યા. શ્રીપાદ સુમિત્રા કૃષ્ણદાસ, મંદિરના પ્રમુખ શ્રીપાદ રંગ કૃષ્ણ દાસ, શ્રીપાદ અમરેન્દ્ર ગૌરવ દાસ, શ્રીપાદ થીરુમલ રાવ, શ્રીપાદ અજીત ગોપીનાથ દાસ અને શ્રીપાદ જય ગોપીનાથ દાસથી બનેલ મંદિર વ્યવસ્થા દળે ઉત્સવનો પરમોત્કૃષ્ટ ભાર સાંભળ્યો હતો. ગુરુ મહારાજની કૃપાથી, એમનાં નેતૃત્વમાં અનેક ભક્તોએ વ્યાસ પૂજાને શાનદાર સફળ બનાવવા માટે પ્રશંસનીય સેવાઓ આપી હતી. દક્ષિણ ભારતના વિભિન્ન ભાગોમાંથી ભક્તોએ સ્વેચ્છાથી અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ એક પરિવારની ભાવના છે અને ગુરુ દેવમાં વિશ્વાસ છે, જેમણે ૬૯મી વ્યાસ પૂજાને પ્રેમ, સહયોગ અને આનંદમય બનાવી.
એનપીએન ડીડી
જેપીએસ મીડિયા