મંગળવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૫૪

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

કૃષ્ણની અહૈતુકી કૃપાથી, ગુરુ મહારાજ સતર્ક હતા અને આજે સવારે તાજા દેખાતા હતા. પલ્મોનોલોજિસ્ટે આપણા તબીબોની મુલાકાત લીધી અને ગુરુ મહારાજના અહેવાલોમ વાંચીને તેમની તપાસ કરી. તેઓ શ્વાસ સંબંધિત વર્તમાન વ્યવસ્થાથી સંતુષ્ટ અને ખુશ દેખાતા હતા.

આજે ગુરુ મહારાજના અલ્સરની તપાસ માટે તેમની એન્ડોસ્કોપી પણ હતી. અલ્સર નાના હોય છે અને ઉપચાર કરે છે પરંતુ તેમને કેટલીક વિસ્તૃત રક્તવાહિનીઓ પણ મળે છે અને તે હિમોગ્લોબિન ઘટવાનું કારણ હોઈ શકે છે. એ નક્કી કરવા માટે વધુ પરીક્ષણો કરવામાં આવશે કે તેઓ શલ્યચિકિત્સા પહેલાના સમયગાળાથી છે કે નહીં.

દરરોજ ગુરુ મહારાજ માટે સખત દિનચર્યા જાળવવી અને માર્ગમાં આશ્ચર્ય સાથે વ્યવહાર કરવો એ ગ્રાઉન્ડ ટીમ માટે એક પડકાર છે. અમે પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ઘણા હકારાત્મક પગલાં લીધા છે પરંતુ આ એક મુશ્કેલ સમય છે. ગુરુ મહારાજને ઘણી બધી પીડા અને મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે કે જેને આ અહેવાલમાં સ્પષ્ટ કરી શકાય તેમ નથી. ઘણા બધા પરીક્ષણો, કાર્યવાહી, ઉપવાસ અને પ્રવાહી આહાર પર રહેવું અને સૌથી વધારે તો આઈસીયુ સુધી સીમાબદ્ધ રહેવું કે જે ગુરુ મહારાજ માટે સૌથી મોટી તપસ્યા છે.

ગુરુ મહારાજ તેમના શ્રીલ પ્રભુપાદ અને આપણા બધા પ્રતિ પ્રેમને કારણે જ તેઓ તેમાંથી પસાર થઈ રહ્યા છે અને આ બધું સહન કરી રહ્યા છે. ચાલો આપણે બધા ભેગા થઈએ અને ગુરુ મહારાજને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને પ્રચાર ક્ષેત્ર પર પાછા ફરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીલ પ્રભુપાદને મદદ માટે યાચના કરીએ.

કૃપા કરીને ગુરુ મહારાજની ખુશી માટે એકસાથે ભેગા થાઓ, તીવ્રતાથી પ્રાર્થના કરો અને www.jayapatakaswami.com પર વિગતો પોસ્ટ કરો. તમે શ્રીમદ ભાગવતમ સેટને તમારા પરિવારમાં અને જાણીતા સમૂહમાં વિતરિત કરી શકો છો, જેમ કે આપણા ગુરુ મહારાજની ઈચ્છા છે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ