સોમવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૫૩
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
કૃષ્ણની અહૈતુકી કૃપાથી, ગુરુ મહારાજ આજે સ્થિર અને સતર્ક રહ્યા છે. તબીબોએ તેમના શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં કલાકો પસાર કર્યા. તેઓ પ્રાપ્ત કરેલી નવી મશીન પર અલગ અલગ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આરામદાયક દેખાઈ રહ્યા છે અને સ્પાયરોમીટર પર કસરત કરવા પર પણ કામ કરી રહ્યા છે. આવતી કાલે પલ્મોનોલોજિસ્ટ ગુરુ મહારાજને તેમના ફેફસાંને સ્વસ્થ કરવા અને શ્વાસ લેવામાં સુધારો કરવા માટે મદદ કરશે.
આજે ભાદ્ર પૂર્ણિમા અભિયાનનો છેલ્લો અને સૌથી શુભ દિવસ છે. આ હજારો આત્માઓને સાથે જોડાવાની એક સુવર્ણ તક છે કે જેમણે ભાદ્ર પૂર્ણિમા માટે શ્રીમદ્દ ભાગવતમ સેટનું દાન કર્યું છે. અમે ભક્તોને વિનંતી કરીએ છીએ કે જેમણે શ્રીલ પ્રભુપાદની પ્રસન્નતા માટે શ્રીમદ્દ ભાગવતમ વિતરણમાં ભાગ લીધો છે તેઓ આજે www.jayapatakaswami.com વેબસાઈટ પર સંખ્યાઓને અદ્યતન કરે કે જેથી આવતી કાલે ગુરુ મહારાજને સંખ્યાઓ વિશે અદ્યતન કરી શકાય. તમારી પોસ્ટિંગમાં, કૃપા કરીને આપણા ગુરુ મહારાજની ખુશી માટે ચિત્રો, ઑડિયો અને વિડિયોની વિગતોની સાથે કોઈપણ વિશેષ ઉત્સવની વિગતોનો પણ સમાવેશ કરો અને તેમની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે તમારી પ્રાર્થનાઓને વધુ તીવ્ર કરો.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ