શુક્રવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૫૦ (સંક્ષિપ્ત)

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ગુરુ મહારાજની શસ્ત્રક્રિયાના તમામ ટાંકા દૂર કરવામાં આવ્યા હતા. તેમણે ચેપ અને યકૃતની કાર્યવાહીની તપાસ માટે સીટી સ્કેન પણ કરાવ્યું. ભગવાન કૃષ્ણની કૃપાથી યકૃત સારી રીતે કામ કરી રહ્યું છે.

એંડોસ્કોપી પછી ગુરુ મહારાજ હજુ પણ પ્રવાહી આહાર પર છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આજે તેમનું ડાયાલિસિસ હતું.

ગુરુ મહારાજની પોષણ સંબંધી જરૂરિયાતો અને કેલરીને પુરી કરવી એક પડકાર રહ્યો છે. તેથી ચાલો આપણે પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજ જલ્દીથી તેમના ઠોસ આહારને ફરીથી શરૂ કરી શકે.

આજે વામન દ્વાદશી હોવાથી, અમને આશા છે કે ગુરુ મહારાજના સ્વાસ્થ્યના લાભ માટે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હશે. કૃપા કરીને ગુરુ મહારાજની ખુશી માટે તેને www.jayapatakaswami.com પર પોસ્ટ કરો. કૃપા કરીને તમારી પ્રાર્થનાઓને વધુ તીવ્ર બનાવો કે જેથી ગુરુ મહારાજ જલ્દી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે અને શ્રીલ પ્રભુપાદ માટે તેમનું કાર્ય ચાલુ રાખી શકે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ