સોમવાર, ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૧:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૪૬ (સંક્ષિપ્ત)

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

તમને બધાને રાધાષ્ટમીના હાર્દિક અભિનંદન.

ગુરુ મહારાજ દિવસ દરમિયાન સ્થિર રહ્યા છે. તેમનો શ્વાસ વધુ સારો હતો અને તેઓ ટ્રેકીલ માસ્ક સાથે સારું ઓક્સિજનનું સ્તર જાળવી શકતા હતા પરંતુ તેમને રાત્રે વેન્ટિલેટરના સહાયની જરૂર પડે છે. કિડનીની બાયોપ્સી આજે સરળતાથી થઈ ગઈ અને પરિણામો ૩ થી ૪ દિવસમાં આવવાની આશા છે.

અમને ખાતરી છે કે તમે બધાએ રાધાષ્ટમીની સારી રીતે ઉજવણી કરી હશે અને ઘણાએ ગુરુ મહારાજના સ્વાસ્થ્યની ઝડપી પુનઃ પ્રાપ્તિ માટે ઉત્સવોને અર્પણ કર્યા હશે. કૃપા કરીને www.jayapatakaswami.com પર આની વિગતો પોસ્ટ કરો અને તે ગુરુ મહારાજને સંન્યાસ લેવાની ૪૮ મી વર્ષગાંઠે બહુ જ આનંદ આપશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ