શનિવાર, ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૧:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૪૪
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજ આજે વ્હીલચેર પર બેઠા હતા અને તેઓ સંભાળ રાખનારા ભક્તો સાથે સરસ અને સ્પષ્ટ રીતે વાત કરી રહ્યા હતા. તેમણે તેમના પ્રસાદને મૌખિક રીતે સન્માનિત કર્યો અને આજે ઉધરસ અથવા આકાંક્ષા નહોતી.
આજે ગુરુ મહારાજન ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું હતું અને રાત્રે વેન્ટિલેટર સહાયની જરૂર ચાલુ છે. તેમનો શ્વાસ હજુ પણ નિયમિત નથી. તબીબો કિડની કેમ સામાન્ય રીતે કાર્ય કરવા માટે લાંબો સમય લઈ રહી છે તેની ખાતરી કરવા માટે ફરીથી બાયોપ્સી કરવાની યોજના બનાવી રહ્યા છે.
ગુરુ મહારાજના યકૃત અને કિડની પ્રત્યારોપણનો પહેલેથી જ એક મહિના થઈ ગયો છે અને તેઓ હજુ પણ વેન્ટિલેટરની સહાય પર છે. આ છેલ્લા એક મહિનાનો સમય ઉતાર અને ચઢાવનો રહ્યો છે. તેમને વધુ તીવ્ર પ્રાર્થનાઓની જરૂર છે કે જેથી તેઓ ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ કરી શકે.
રાધાષ્ટમી નજીક આવી રહી છી, અને આ દિવસે ૪૮ વર્ષ પહેલા ગુરુ મહારાજે સંન્યાસ લીધો હતો. તેથી એક પ્રિય ભક્તની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવાનો આપણા માટે આ ખૂબ જ યોગ્ય સમય છે. તેઓ ખુબજ દયાળુ અને ખુબજ કૃપાળુ છે. ચાલો આપણે બધા કોઈ મોટી મુશ્કેલીઓ અને વિલંબ વિના ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ઉત્સાહ સાથે વિશેષ ઓ અને વિશેષ સેવા અર્પણ કરીએ. ગુરુ મહારાજે કહ્યું છે કે રાધાષ્ટમી પર ઉપવાસ રાખવો એ લાખો એકાદશીની સમકક્ષ છે. તેથી અમે તમારામાંથી દરેકને ઉપવાસ કરવા માટે અને ફૄ ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ.
અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીલ પ્રભુપાદને તેમની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે તીવ્ર પ્રાર્થના કરવા માટે વિનંતી કરીએ છીએ. કૃપા કરીને રાધાષ્ટમીના પ્રસંગે ઘણાં બધા કાર્યક્રમોની વ્યવસ્થા અને આયોજન કરો. કૃપયા તેમને ગુરુ મહારાજના સ્વાસ્થ્ય માટે સમર્પિત કરો અને કૃપા કરીને www.jayapatakaswami.com પર વિગતો પોસ્ટ કરો. આ ગુરુ મહારાજને ખુબજ ખુશ કરશે અને આઇસીયુમાંથી બહાર આવીને આપણા ભવિષ્યના વિવિધ પ્રચારકાર્યમાં આપણા બધા સાથે રહેવા માટેની તેમની ઇચ્છાને તીવ્ર કરશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ