ગુરુવાર, ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૧:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૪૨
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજનો શ્વાસ હજુ પણ ચિંતાનો વિષય છે અને આ તબક્કાભાં તેમનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે આધાર રાખે છે કે તેમના ફેફસાં તેના કાર્યમાં કેવી રીતે સુધાર કરે છે. તેમની કિડની પણ સંપૂર્ણ રીતે કાર્યરત થવા માટે સમય લઈ રહી છે જેના માટે તેમને ડાયાલિસિસ દ્વારા સહાયતા આપવામાં આવી રહી છે.
ગુરુ મહારાજના ફેફસાંની ચારે બાજુ પ્રવાહી પદાર્થ જમા થઈ રહ્યો છે પરંતુ તબીબોએ તેને નીકાળી દીધો છે. ઉપરાંત, તેમને હજુ પણ રક્ત સંક્રમણની આવશ્યકતા છે જે તબીબોનું માનવું છે કે સમય સાથે રોકાઈ જશે.
ગુરુ મહારાજના તબીબોએ અમને ભલામણ કરી છે કે તેઓ નિષ્ણાત તબીબની મદદ માટે તેમને બીજી હોસ્પિટલમાં સ્થળાંતરિત કરે અને તેમની ટીમ ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે વધારે સમય સમર્પિત કરે.
આજે ગણેશ ચતુર્થી હોવાથી, ભક્ત ભગવાન ગણેશને બધા અવરોધોને દૂર કરી ઝડપી પુન:સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશામાં માર્ગ દર્શાવવા માટે પ્રાર્થના કરી શકે છે. કારણ કે ભારતમાં લગભગ બધા માટે રજા છે, તેથી અમે આશા રાખીએ છીએ કે ગુરુ મહારાજના સ્વાસ્થ્યના લાભ માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. કૃપા કરીને www.jayapatakaswami.com પર ચિત્રો, ઓડિયો અને વિડિયો સાથે આ વિગતોને એક સાથે પોસ્ટ કરો.
આ ગુરુ મહારાજને પ્રસન્ન કરશે અને અને વિશ્વમાં એ બધાને પણ પ્રેરિત કરશે કે જેઓ આ જુએ છે. કૃપા કરીને તમારી પ્રાર્થનાઓ તીવ્ર કરો.
શ્રી શ્રીમદ્દ ભક્તિ પુરુષોત્તમ સ્વામી તરફથી વિશેષ સંદેશ:
ભગવાન ગણેશ ભગવાન નૃસિંહદેવના મહાન ભક્તોમાંથી એક છે. ભગવાન નૃસિંહદેવના આશીર્વાદથી, ગણેશજીને અવરોધોને દૂર કરવાની સત્તા આપવામાં આવી છે. તેમને વિઘ્નવિનાશકના નામથી ઓળખવામાં આવે છે.
ભગવાન ગણેશના પવિત્ર આવિર્ભાવના અવસર પર અમે દરેકને ગણેશજીની ખુશી અને ગુરુ મહારાજની પુન:સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે નૃસિંહદેવને અર્પણ કરવા માટે વધારાની માળા જપ કરવાની વિનંતી કરીએ છીએ.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ