સોમવાર, ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૧:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૯

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

આજે, ગુરુ મહારાજ લગભગ ૨ કલાક સુધી તેમની વ્હીલચેર પર બેઠા હતા. ગુરુ મહારાજ સ્પિરોમેટ્રીમાં વધારે કઈં કરી શક્યા નહીં કે જે ફેફસાના કાર્યનું પરિમાણ છે, વિશિષ્ટ રીતે, હવાની માત્રા કે જેને બહાર નીકાળી શકાય છે અથવા શ્વાસ લઈ શકાય છે. તેઓ તેમના ફિઝીયોથેરાપીમાં વધુ સારું કરી રહ્યા છે. આ બંને પાસાં ગુરુ મહારાજના પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના મહત્વના પરિબળો છે અને આ તેમના ચેપ મુક્ત થવાના મહત્વથી અલગ છે. આજે સાંજે તેઓ ખૂબ જ સુસ્ત લાગતા હતા તેથી તેમને ખાનગી રૂમમાંથી આઈસીયુમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તબીબો પરીક્ષણોના આધારે વિવિધ પરિસ્થિતિઓના પ્રયાસ માટે ગુરુ મહારાજને આઇસીયુમાંથી અને આગળ લઈ જઈ રહ્યાં છે.

ગુરુ મહારાજ હવે ટ્યૂબો અને નળીઓથી મુક્ત છે. ત્વચા કાપ પરની વૈકલ્પિક ચીજો પણ દૂર કરવામાં આવી હતી. નેફ્રૉલોજિસ્ટ દરરોજ કિડનીના કાર્યની તપાસ કરી રહ્યા છે અને ડાયાલિસિસ પર કોલ કરે છે. જો ગુરુ મહારાજના શ્વાસમાં સુધારો થશે અને તેઓ કાર્બન ડાયોક્સાઇડને જાળવી રાખશે નહીં તો તેમને ખાનગી રૂમમાં સ્થળાંતરિત કરવામાં આવી શકે છે.

ખાનગી રૂમ ગુરુ મહારાજની અનુકૂળતા માટે છે. તે વધુ જંતુરહિત સ્થળ છે અને એ જ કારણ છે કે ડોકટરો તેમને સ્થળાંતરિત કરવાનું વિચારી રહ્યાં છે. અમે ફરીથી કહેવા માંગીએ છીએ કે તેમનું ખાનગી રૂમમાં સ્થળાંતર પરિસ્થિતિની ગંભીરતાને ઓછી કરતી નથી. જ્યારે ગુરુ મહારાજ એક ખાનગી રૂમમાં જાય છે, ત્યારે તેમની હજુ પણ આઇસીયુની જેમ સારવાર કરવામાં આવશે અને જ્યારે પણ તેઓ ઘરે આવે છે ત્યારે તે સારું માનવામાં આવે છે.

તેથી ચાલો આપણે આત્મસંતુષ્ટ ન બનીએ અને યાદ રાખીએ કે આ મુશ્કેલ સમય છે અને આપણે જ્યાં પણ રહીએ, આપણે પ્રાર્થના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ગુરુ મહારાજને આ સમયગાળાને સરળતાથી પાર કરવામાં મદદ કરીએ.

શ્રી શ્રીમદ્દ ભક્તિ પુરુષોત્તમ સ્વામી, ચેન્નઈ છોડ્યા પછી વૈકુંઠ (પુરી ધામ) ગયા, કે જેને પૃથ્વી ગ્રહ પર મર્ત્ય વૈકુંઠ અથવા વૈકુંઠ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં તેમણે ગુરુ મહારાજ માટે ભગવાન જગન્નાથને પૂજા અર્પણ કરી. પછી તેઓ શ્વેત દ્વીપ (નવદ્વીપ) ગયા. તેમણે ગુરુ મહારાજના સ્વાસ્થ્યની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે, માયાપુરમાં ચાલી રહેલા, અખંડ હરિનામ સંકીર્તનમાં પવિત્ર નામના જપ દ્વારા ભગવાન ગૌરાંગની પૂજા કરી. આજે તેઓ ગુરુ મહારાજના સ્વાસ્થ્યની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પૂજા અર્પણ કરવા માટે ભગવાન શિવના નિવાસસ્થાન કૈલાશ જઈ રહ્યા છે. ચાલો આપણે બધા તેમની સુરક્ષિત યાત્રા માટે પણ પ્રાર્થના કરીએ.

તમારી ગંભીર અને તીવ્ર પ્રાર્થના ચાલુ રાખવા માટે વિનંતી કરીએ છીએ અને કૃપા કરીને www.jayapatakaswami.com પર ચિત્રો, ઑડિયો અને વિડિયો પોસ્ટ કરો.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ