રવિવાર, ૯ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૦:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૮
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજ સ્થિર રહ્યા છે પરંતુ શારીરિક રીતે ખૂબ જ કમજોર છે અને ખરેખર તેમના શ્વાસોશ્વાસ પર કામ કરવું પડે છે. તબિબૉ તેમના શ્વાસોશ્વાસ સુધારવા માટે તેમને મદદ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જોકે પ્રગતિ સ્થિર છે, પરંતુ મોટી સર્જરી પર વિચાર કરીએ તો ગુરુ મહારાજ માટે ધીરજની પર્યાપ્ત માત્રા જરુરી છે.
તેથી આ ક્ષણે અમે ફરીથી કહેવા માંગીએ છીએ કે ભગવાનની કૃપાથી – તમારી બધી પ્રાર્થનાઓનું પરિણામ, ગુરુ મહારાજ પ્રગતિ કરી રહ્યા છે અને આપણે બધાએ એ જોવા માટે સહકાર આપવો જોઈએ કે આ પરિસ્થિતિમાં કોઈ સંકટ નથી. ગુરુ મહારાજ ઇમ્યુનોસપ્રેશન્ટ્સ પર છે, કે જે તેમને સરળતાથી ચેપ માટે ખુલ્લા કરે છે. તબિબોના અનુસાર, ગુરુ મહારાજ હજુ સુધી ભક્તોને મળવા માટે તબીબી રીતે તૈયાર નથી. તેથી અમે નમ્રતાપૂર્વક ભક્તોને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને ગુરુ મહારાજને મળવા માટે ચેન્નઇ આવશો નહિં અને ચાલો આપણે ગ્રાઉન્ડ ટીમને કામમાં મુશ્કેલી વગર મદદ કરીએ કે જેથી થોડા મહિનાઓમાં, કૃષ્ણની ઈચ્છાથી, આપણે બધા ગુરુ મહારાજના દર્શન પ્રાપ્ત કરીશું.
કૃપા કરીને તીવ્ર પ્રાર્થના ચાલુ રાખો અને કૃપયા ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના સમર્પણમાં ઘણાં વધુ કાર્યક્રમોનું આયોજન કરૉ.
www.jayapatakaswami.com પર ચિત્રો, ઑડિયો અને વીડિયો સાથે વિગતો પોસ્ટ કરો.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ