શનિવાર, ૮ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૦:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૭
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજ સ્થિર છે, સારી રીતે ભોજન કરી રહ્યા છે અને હવે સંપૂર્ણપણે માત્ર મૌખિક ભોજન પર છે. નસની અંદર અપાતા બધા ખોરાક બંધ કરવામાં આવ્યા છે. અંતિમ બાયોપ્સી રિપોર્ટ આવી ગયો છે અને કિડનીની કોઈ પણ અસ્વીકૃતિ બતાવતો નથી પરંતુ મૃતદેહમાંથી કિડનીને કારણે પેથોલોજી અપેક્ષિત છે. નેફ્રોલોજિસ્ટ પ્રગતિથી ખુશ છે અને તેઓ ગુરુ મહારાજને કોઈ પણ ડાયાલિસિસને અધીન કરતા નથી જ્યાં સુધી સંપૂર્ણપણે જરૂરી ન હોય અને નવી કિડનીને તેનું કાર્ય ઉપાડવા ન દે.
ચિંતાનો વિષય એ તેમનો શ્વાસ છે, જેને હજુ પણ વેન્ટિલેટર સહાયની જરૂર છે અને હવે દરેક ચાર કલાકમાં એક કલાક માટે. તબિબોને લાગે છે કે સર્જીકલ દ્રષ્ટિબિંદુથી ગુરુ મહારાજ અપેક્ષા કરતા વધુ સારું કરી રહ્યા છે પરંતુ વેન્ટિલેટરની સહાયને કારણે તેમની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ વધુ સમય લઈ રહી છે. છાતીના ક્ષેત્રમાં કેટલોક પ્રવાહી ઉત્પન્ન થયો છે કે જેને બહાર નિકાળવામાં આવશે અને તેમના શ્વાસ લેવામાં સુધારો થઈ શકે છે.
તો ચાલો આપણે તીવ્રતાથી પ્રાર્થના કરીએ કે તેઓ બને તેટલા ઝડપથી આમાંથી બહાર આવે.
કૃપા કરીને તમારી પ્રાર્થનાઓ, ચિત્રો, ઑડિઓ અને વિડિઓની વિગતો www.jayapatakaswami.com ઉપર પોસ્ટ કરો
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ