મંગળવાર, ૪ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૦:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૩

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

ગુરુ મહારાજ ગઈકાલની સરખામણીમાં વધુ થાકેલા દેખાઈ રહ્યા છે કે જે કિડનીની ધીમી ગતિથી કામ કરવાના કારણે છે. આજે નેફ્રોલોજિસ્ટએ સાંજે તેમને ડાયલાઈજ કરવાનો નિર્ણય કર્યો.

ગુરુ મહારાજ વેન્ટિલેટરની જગ્યાએ બિપાપ મશીન પર સ્વયં અને વધુ શ્વાસ લઈ રહ્યા છે. જો ગુરુ મહારાજ સ્વયં અને બિપાપ મશીન પર વધુ સમય માટે શ્વાસ લઈ શકવામાં સક્ષમ છે તો તેઓ ગુરુ મહારાજને ખાનગી રૂમમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લઈ શકે છે.

જોકે, અમે હજુ પણ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના સમયગાળામાં છીએ, કે જે ખૂબજ નાજુક છે. અમે હજુ પણ બાયોપ્સી અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ.

આ ધ્યાન આપવું યોગ્ય છે કે ઘણા સમુહોએ આપણા ગુરુ મહારાજના લાભ માટે જન્માષ્ટમી કાર્યક્રમોને સમર્પિત કર્યા છે.

કૃપા કરીને www.jayapatakaswami.com પર ચિત્રો સાથે આ સમર્પણની વિગતો પોસ્ટ કરો.

કૃપા કરીને આપણા ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે તમારી તીવ્ર પ્રાર્થનાઓ ચાલુ રાખો.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ