સોમવાર, ૩ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૨

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,

આજે ગુરુ મહારાજ ગઇકાલની સરખામણીમાં તાજગી-સભર લાગતા હતા અને વધુ આતુરતાપૂર્વક વાતચીત કરી રહ્યા હતા.

ગુરુ મહારાજે શ્રી શ્રીમદ્દ ભક્તિપુરુષોત્તમ સ્વામી મહારાજ દ્વારા મોકલેલ જન્માષ્ટમી સંદેશને સાંભળ્યો અને ખુશ હતા.

જન્માષ્ટમી હોવાથી ગુરુ મહારાજે શ્રીલ પ્રભુપાદની પુસ્તકમાંથી કૃષ્ણ અધ્યાય ૩ વાંચ્યો. તેમણે આજ રાત્રીના પરીક્ષણો માટે છેલ્લી રાત્રેથી ઉપવાસ કર્યા પછી બપોરના ભોજન માટે એકાદશી ઇટાલિયન પ્રસાદને સન્માન આપ્યું હતું.

આજે કરવામાં આવેલા પરીક્ષણો વચ્ચે, અસ્વીકારની કોઈપણ નિશાનીઓ તપાસવા માટે કિડનીની બાયોપ્સી કરવામાં આવી હતી. ચેપના ભય ઉપરાંત, અંગના અસ્વીકારનો પણ એક મોટો ભય છે, કે જે કોઈપણ સમયે થઈ શકે છે. (પરંતુ કદાચ શરૂઆતના થોડાક મહિનામાં) આ પરીક્ષણોના પરિણામો થોડા દિવસોમાં આવશે. ચાલો આપણે તીવ્રતાથી પ્રાર્થના કરીએ કે કોઈ જટિલતાઓ ન થાય અને ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિમાં અવરોધ ન આવે.

ચાલો આપણે સાવધાન રહીએ કે પુન:સ્વાસ્થ્ય પ્રાપ્તિનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પરિસ્થિતિ દરરોજ બદલાઈ શકે છે અને આપણા હાથમાં જે કંઈ છે તે પ્રાર્થના કરવાનું ચાલુ રાખવું.

સમગ્ર વિશ્વમાં ગુરુ મહારાજના સ્વાસ્થ્યના લાભ માટે અનેક આધ્યાત્મિક સભાઓ થઈ છે અને ભક્તો તેમની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

કૃપા કરીને તમારા દરેક સત્સંગમાં પ્રાર્થનામાં તીવ્રતાપૂર્વક વધારો કરો અને આપણા ગુરુ મહારાજ માટે સમર્પણ કરો. કૃપા કરીને તેને www.jayapatakaswami.com માં પણ ચિત્રો સાથે પોસ્ટ કરો.

તમને બધાને નંદોત્સવ અને શ્રીલ પ્રભુપાદના આવિર્ભાવ ઉત્સવની હાર્દિક શુભકામનાઓ.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,

આપનો સેવક,
મહાવરાહ દાસ