માયાપુર જવાના માર્ગ માં – ગુરુ મહારાજ શાંતિપુર – શ્રી અદ્વૈત ગોસાઈના શ્રીપાટમાં રોકાયા અને તેમને પ્રણામ અર્પણ કર્યા – કારણ કે આજે શાંતિપુર મહોત્સવ છે – શ્રીપાદ માધવેન્દ્ર પુરી નો તિરોભાવ મહોત્સવ અને જે કોઈ પણ આ તિથિ પર અહિંયાં ખીચડી પ્રસાદ લાવે છે, તે “ગોવિંદની ભક્તિ” પ્રાપ્ત કરશે – આ એક ભવિષ્યવાણી છે. જયારે ગુરુ મહારાજ શાંતિપુર પહોંચ્યા, ત્યારે આ સંદેશ શ્રી શાંતિપુર મંદિરના મહંત – શ્રી પ્રસન્ન ગોસ્વામીને આપવામાં આવ્યો અને તેઓ તરત જ શ્રી અદ્વૈત આચાર્યની માળા સાથે બહાર આવ્યા અને ગુરુ મહારાજ ને મળ્યા અને માળા અર્પણ કરી અને કહ્યું, “અમે ફક્ત તમારા માટે સમગ્ર દિવસ રાહ જોઈ રહ્યા હતા. અમે તમારા દર્શન કરીને ખૂબ ખુશ છીએ.” અને તેમના પુત્રનો પરિચય કરાવ્યો, અને ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અને ગુરુ મહારાજે ખીચડી પ્રસાદ લીધો.
શ્યામ રસિક પ્રભુનો અહેવાલ