બુધવાર, ૨૨મી ઓગસ્ટ
૨૦:૩૦ કલાક (ભારતીય માનક સમય)
અદ્યતન #૧૯

પ્રિય ગુરુ પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,

ગુરુ મહારાજ સ્થિર છે પરંતુ થાકેલા અને અશક્ત છે. તેમના રક્ત પરિમાણો હજુ પણ ચિંતાનો વિષય છે પરંતુ શસ્ત્રક્રિયાના એક અઠવાડિયા પછી આ અપેક્ષિત છે અને આપણે તીવ્રતાથી પ્રાર્થના કરવી પડશે કે આ જલદી સામાન્ય થઈ જાય.

અત્યારે ગુરુ મહારાજ પ્રોટીન પેય, દૂધ, રસ અને શાકભાજીના સૂપના નિયમિત કલાકદીઠ આહાર પર છે. આજે એકાદશી હોવાને કારણે સ્વાસ્થ્ય ટીમે ગુરુ મહારાજની ઉષ્મીય અને પોષણ સંબંધી જરૂરિયાતના આધારે ખોરાક તૈયાર કર્યો હતો.

જોકે ડોકટરો દ્વારા ભલામણ કરી હોવા છતાં, ગુરુ મહારાજે દહીં લેવાની ના પાડી દીધી કારણકે ચાતુર્માસનો બીજો મહિનો શરૂ થઈ ગયો છે અને વિનંતી કરી કે તેમને તેના બદલે દૂધ આપવામાં આવે.

આપણા બધા માટે તે જોવું ખૂબ જ પ્રેરણાદાયક છે કે ગુરુ મહારાજ, સૌથી મુશ્કેલ સ્થિતિમાં પણ, નિષેધાજ્ઞા અને વચનનું પાલન કરવાભાં ખૂબજ કડક અને સતર્ક છે.

ડોક્ટરો તેમની પ્રગતિથી સંતુષ્ટ છે પરંતુ આપણો માર્ગ હજુ બહુ લાંબો છે અને આપણે ભગવાનની આપણી પ્રાર્થના ઓછી ન કરવી જોઈએ.

આ દિશામાં મદદ કરવા માટે આજે ૨૪ કલાકના કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે નીચે આપેલી લિંકથી જોડાઈ શકીએ છીએ. કૃપા કરીને એ અહેવાલો અને સંદેશાઓ મોકલવાનું ચાલુ રાખો કે જે
ગુરુ મહારાજને ખુબ ખુશી આપે છે.

http://zoom.us/s/9676383249

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય ટીમ વતી,
મહા વરાહ દાસ