મંગળવાર, ૨૧ ઓગસ્ટ, ૨૦૧૮
૨૦:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અધતન #૧૮

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,

આજે, ગુરુ મહારાજ ગઇકાલ કરતા વધુ થાકેલા લાગતા હતા. તેમ છતાંપણ, તેમને લગભગ ૪૦ મિનિટ માટે વ્હીલચેર પર બેસાડવામાં આવ્યા હતા. તેમને પોતાની જાતે શ્વાસ લેવા માટે મનાવી લીધા હતા. થાક હોવા છતાં તેમણે ખૂબ સારું પ્રદર્શન કર્યું. ગુરુ મહારાજના બન્ને હાથોમાં ખૂબ જ સોજો હતો. તેમને હાથની કસરત કરાવવામાં આવી હતી, જેના માટે તેમણે ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી હતી. ૪૦ મિનિટ બેસ્યા પછી તેમને ફરીથી પલંગ પર સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

તેઓ એક દિવસમાં બે વાર ગુરુ મહારાજને ગતિશીલ કરી રહ્યા છે. એકવાર સવારમાં અને એકવાર સાંજે. તેમણે ગુરુ મહારાજના આહારમાં દૂધ અને તાજી નારંગીના રસનો ઉમેરો કર્યો છે.

ગુરુ મહારાજ આઇસીયુમાં દરેકના હૃદયને સ્પર્શી રહ્યા છે. બધા કર્મચારીઓ તેમને ‘ગુરુ મહારાજ’ કહીને બોલાવી રહ્યા છે. તેઓ એક મોટા ગુરુ છે તેમ જાણીને તેઓ તેમની સેવા કરવા માટે ખુબ ખુશ છે.

અમે ગુરુ મહારાજ માટેના તેમના ગુરુ ભાઇઓ અને વરિષ્ઠ ભક્તોના તમામ મેઈલ્સ વાંચીએ છીએ. તેઓની આંખોમાં ખુશીના આંસુ હતા.

ચાલો આપણે તેમની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પ્રામાણિકપણે જપ અને પ્રાર્થના કરીએ કે જેથી તેઓ આગામી ઘણા વર્ષો સુધી માર્ગદર્શન આપવા માટે આપણી પાસે રહે. તેમની ઉપસ્થિતિ ભગવાન ચૈતન્યના ચરણકમળમાં વધારે આત્માઓ લાવશે.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય ટીમ વતી,
મહા વરાહ દાસ