હરિ બોલ!

તો તમે શ્રી શ્રીમદ્દ ભક્તિ ધીર દામોદર મહારાજને સાંભળી રહ્યા છો. તમે બેલપુકુરથી જગન્નાથ મંદિરના માર્ગ પર આગળ વધી રહ્યા છો. આ સ્થળે સિમંતિની દેવીની પૂજા બહુ લાંબા સમયથી થતી આવી છે. આપણે જગન્નાથ મંદિરમાં સિમંતિની દેવી અને ગૌરંગના અર્ચવિગ્રહની પૂજા કરીએ છીએ એટલા માટે આપણે અહિંયા રોકાઈએ છીએ અને બોલીએ છીએ.

ભગવાન શિવ, તેઓ એક દિવસ તેમના ‘દુન્દુભી’ ‘ડમરૂ’ પર “ગૌરાંગ” “ગૌરાંગ” “ગૌરાંગ” “ગૌરાંગ” “ગૌરાંગ” નો જપ કરી રહ્યા હતા. તેઓ હર્ષોન્માદથી નાચી રહ્યા હતા અને પાતાળ લોકમાં ભૂકંપ આવાનું શરૂ થઈ ગયું.” તો સિમંતિની દેવીએ ભૌતિક જગતની માતા હોવાથી, તેમણે વિચાર્યું કે આ મારા પતિનો મહાપ્રલય કરવાનો સમય નથી. તેથી તેઓ ઉપર ગયા અને તેમના પતિને કહ્યું, “સ્વામી! સ્વામી!” અને તેમણે જપ કરવાનું બંધ કરી દીધું. તેમણે કહ્યું,”તમે મારા પરમાનંદમાં વિઘ્ન ઊભો કર્યો છે. હું સર્વોચ્ચ આનંદનો અનુભવ કરી રહ્યો હતો અને તમે તેને રોક્યો છે. સિમંતિની દેવી એ કહ્યું, “મને દુઃખ છે, પરંતુ તમારા નૃત્યથી બ્રહ્માંડ નષ્ટ થઈ રહ્યું છે.” તમે શું જપ કરી રહ્યા છો? તો તેમણે કહ્યું કે, “ગૌરાંગ! ગૌરાંગ! ગૌરાંગ! નું નામ!” “તો તમે મને કેમ કહ્યું નહીં” તેમણે વિચાર્યું, “ભલે, મેં વિચાર્યું હતું કે તમે યોગ્ય નથી” તેમણે કહ્યું. તેથી તેઓ ખરેખર ગુસ્સે થઈ ગયા. “મને વૈષ્ણવીના રૂપમાં ઓળખવામાં આવે છે, મને ભગવતી કહેવામાં આવે છે, તેમે કેવી રીતે કહી શકો કે હું યોગ્ય નથી? હું ભગવાનની શક્તિ છું.” હું આ વિષય પર વધારે નથી બોલતો કારણકે સુબંગ મહારાજ કહી શકે કે સિમંતિની સાથે શું થાય છે.

આપણે એક બહુજ આનંદપૂર્ણ સ્થાનમાં છીએ, જ્યાં શિવ અને પાર્વતી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી રહ્યા છે અને ગૌરાંગના નામનો જપ કરી રહ્યા છે. તેથી તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમારી પાસે આટલા સારા વૈષ્ણવ છે જે તમારી સાથે લીલાઓ વહેંચી રહ્યા છે. અહિંયા તમે શ્રીધર આંગણાને જોઈ શકો છો, કોલાબેચા શ્રીધર, ગૌરાંગે ઘણી વખત તેમની મુલાકાત કરી હતી અને આ જગન્નાથ મંદિર જગન્નાથ પુરીના મંદિરથી અભિન્ન છે. તો જગન્નાથજીના વિગ્રહ તરત જ જવાબ આપે છે. ઘણી લીલાઓ છે કે જે અત્યારે પણ ચાલી રહી છે. હમણાં જ એક મુસ્લિમ મંદિરમાં આવ્યો હતો અને પુજારીએ તેને થોડોક મહાપ્રસાદ આપ્યો. તેણે પ્રસાદને ફેંકી દીધો અને કહ્યું, “હું મૂર્તિઓ નો પ્રસાદ નથી લેતો. પુજારીએ કહ્યું, “તો પછી તમે અહિંયા કેમ આવ્યા છો? આવશો નહિં!” પછી તે જતો રહ્યો. બીજા દિવસે તે આવ્યો અને તેણે પોતાના દંડવત પ્રણામ કર્યા. અને તેણે પૂજારી પાસે પ્રસાદની ભીખ માંગી તો પુજારીએ કહ્યું, “તમે પાગલ છો કે શું? કાલે તમે પ્રસાદને ફેંકી દીધો હતો અને આજે તમે પ્રસાદની ભીખ માંગી રહ્યા છો!” તેણે કહ્યું, “મેં કાલે રાત્રે સપનું જોયું હતું. “સફેદ ચહેરાવાળો એક વ્યક્તિ, તેણે મને ગળાથી પકડી લીધો, તેણે કહ્યું, “હું તને મારી નાખવા ઇચ્છુ છું, તેં મારા ભાઈના પ્રસાદને ફેંકી દીધો.” અને પીળા ચહેરાવાળી એક સ્ત્રી, તેણે કહ્યું, “તેને પકડો! તેને પકડો!” પરંતુ કાળા ચહેરાવાળો અને મોટા સ્મિતવાળો એક વ્યક્તિ, “અરે તેને જવા દો! તેનો પહેલો અપરાધ અને તે વધારે ખરાબ નથી!” પછી તેણે કહ્યું, “હું માનું છું! માનું છું! માનું છું!” અને એટલા માટે તે ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રાનો ભક્ત બની ગયો. આવી અનેક લીલાઓ થઈ છે. તો આમાંથી થોડીક લીલાઓ, તમે જનનિવાસ પ્રભુ પાસેથી સાંભળી શકો છો.

આજની રાત્રી અનુભૂતિની રાત્રી છે. આપણે આગળ વિચારીએ છીએ, તમને શું અનુભૂતિ થઈ છે, તમે કોને ધન્યવાદ આપવા ઇચ્છો છો અને વર્ગના વિશે તમને શું પસંદ આવ્યું, આપણે શું સુધારો કરી શકીએ છીએ, તમારી શું અનુભૂતિ હતી. આ બહુ દિલચસ્પ છે, આપણી પાસે વિભિન્ન મહાદ્વીપોના લોકો છે અને પ્રત્યેક કંઈક કહી શકે છે. અને વરિષ્ઠ ભક્તોમાંથી કોઈએ આવું જોઈએ અને અનુભૂતિને સાંભળવી જોઈએ.

નવદ્વીપ મંડળ પરિક્રમ્મામાં તમારી સહભાગીતા માટે ખૂબ ખૂબ ધન્યવાદ! હું થોડાક દિવસોમાં માયાપુર આવી રહ્યો છું, કૃષ્ણ ની ઈચ્છા છે. હરિ બોલ!

(રસ પ્રિયા ગોપીકા દેવી દાસી દ્વારા લિપ્યન્તરિત)