શનિવાર, ઓગસ્ટ ૧૮, ૨૦૧૮
(૦૮:૩૦ ભારતીય માનક સમય)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રીલ પ્રભુપાદની જય!
ગુરુ મહારાજને થોડી વાર પહેલાં ફરીથી નળી લગાવી દીધી છે કારણ કે સીઓ-૨ સ્તર અને હૃદયના દર વધી ગયા હતા. ગુરુ મહારાજ સહાય વિના શ્વાસ લેવામાં થાકી રહ્યા હતા. ગુરુ મહારાજાની શ્વસન સ્થિતિ ટ્રેકોસ્ટોમીને અનિવાર્ય કરી શકે છે. આ અલબત્ત એક પ્રમાણભૂત અને સુરક્ષિત પ્રક્રિયા છે અને ગુરુ મહારાજને આપૂર્ત થવામાં તેમની ઊર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરશે. તબીબો કહે છે કે તેમનું યકૃત સારી રીતે કાર્ય કરી રહ્યું છે. ગુરુ મહારાજ તેમના કલીકર પર જપ કરી રહ્યા છે અને વાતચીત કરવા માટે ધીમો સળવળ અવાજ કરી રહ્યા છે. તબીબો ઇમ્યુનો-સપ્રેસર્સની વધુ માત્રા ઉમેરી રહ્યા હશે અને બધું સારી રીતે ચાલી રહ્યું છે તેની ખાતરી કરવા માટે થોડા વધુ પરીક્ષણો કરશે.
ચાલો આપણે બધા કૃષ્ણ સમક્ષ રુદન કરીએ, પ્રાર્થના તીવ્ર કરીએ, સમૂહમાં કીર્તન કરીએ અને ભગવાનના પવિત્ર નામોનો જપ કરીએ જેથી ગુરુ મહારાજ આ જટિલ સમયને સહેલાઈથી પસાર કરી શકે.
અમારા તરફથી અમે તમને સમયાંતરે અપડેટ રાખવા માટે પ્રયત્ન કરીશું.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
મહા વરાહ દાસ