ઓગસ્ટ ૧૫, ૨૦૧૮ (ભારતીય માનક સમય ૧૯:૩૦)

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,

કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રીલ પ્રભુપાદની જય!

અમને જણાવવામાં આવ્યું છે કે યકૃત અને કિડની ના બંન્ને પ્રત્યારોપણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે અને આઈસીયુમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. આપની નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરવા માટે અને ભગવાનને અર્પણ કરવા માટે અમે તમામ લોકોનો આભાર માનીએ છીએ. અમે ગુરુ મહારાજ અને આપણા બધા પર તેમની કૃપા માટે ભગવાનનો આભાર માનીએ છીએ.

હવે રાહ જોવાનો નિર્ણાયક તબક્કો આવે છે કે શરીર કેવી રીતે નવા અવયવોનો સ્વીકાર કરે છે અને આપણે બધાએ પ્રાર્થના ચાલુ રાખવાની જરૂર રહેશે કે જેથી ગુરુ મહારાજને આવી મોટી શસ્ત્રક્રિયામાં ઘણી શસ્ત્રક્રિયા પછીની ગૂંચવણોનો સામનો કરવો પડે નહીં. ડૉકટરોએ અમને ચેતવણી આપી છે કે ગુરુ મહારાજને તેમના આરોગ્યમાં સહાય કરવા અને કોઈપણ ચેપ અટકાવવા ઉત્તમ કાળજી આપવામાં આવવી જોઈએ, કારણ કે તેઓ પ્રતિરોધકતા દબાવી દેતી દવાઓ પર હશે. (ચેપને વધુ સંવેદનશીલ બનાવે છે).

ઈસ્પિતાલે સૂચવ્યું છે કે આગામી ૩૦ દિવસ માટે કોઈ મુલાકાતીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને હોસ્પિટલમાં આવવાથી બચો. તેના બદલે, કૃપયા તમે તમારા મંડળીઓની પ્રવૃત્તિઓના અહેવાલ અને વિડિઓ મોકલી શકો છો જેને www.jayapatakaswami.com પર પોસ્ટ કરી શકાય છે અને આ ગુરુ મહારાજને પ્રસન્ન કરશે. આ ગુરુ મહારાજને સ્વાસ્થ્ય લાભના સમયગાળામાં તમારી સાથે જોડાયેલા રહેવામાં સક્ષમ બનાવશે અને તેમને ઝડપથી સારા થવામાં મદદ કરશે.

ગુરુ મહારાજ તે તમામ લોકોનો આભાર માને છે કે જેઓ તેમના અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમના બધા ગુરુ ભાઈઓ અને વિશ્વભરના ઇસ્કોનના નેતાઓ તરફથી પ્રાપ્ત અદ્ભુત સંદેશાઓ દ્વારા પ્રભાવિત છે.

આગામી થોડાક સપ્તાહોમાં દૈનિક આધાર પર ભારતીય માનક સમય મુજબ ૨૦૦૦ કલાકમાં અમે આપને પ્રગતિ પર પ્રકાશિત કરતા રહીશું.

જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
મહા વરાહ દાસ