૧૪મી ઓગસ્ટ ૨૦૧૮
પ્રિય શિષ્યગણ અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજના શુભચિંતકો,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રી ગુરુ અને શ્રી ગૌરાંગની જય!
શ્રીલ પ્રભુપાદની જય!
પ્રત્યારોપણ સર્જરીની સફળતા સુનિશ્ચિત કરવા માટે આજે અમને ગુરુ મહારાજ માટે આપની પ્રાર્થનાની જરૂર છે!
અમે હમણાં જ ગુરુ મહારાજના સચિવ શ્રીમન્ મહા વરાહ પ્રભુ તરફથી સંદેશ પ્રાપ્ત કર્યો છે કે આખરે ગુરુ મહારાજ માટે યોગ્ય અંગો ઉપલબ્ધ છે. યકૃત અને કિડની પ્રત્યારોપણની શસ્ત્રક્રિયા ડોક્ટરોની મંજૂરીના આધારે કોઈપણ સમયે શરૂ કરી શકાય છે અને ૮-૧૨ કલાક સુધી ચાલશે. જોકે તે વિશ્વના શ્રેષ્ઠ સર્જનોમાંથી એક દ્વારા હાથ ધરવામાં આવશે, આ હજુ પણ એક જટિલ સર્જરી છે અને આ સર્જરીની પ્રકૃતિના કારણે કેટલાક જોખમો સામેલ છે.
અમે નમ્રતાપૂર્વક દરેકને ગુરુ મહારાજની શસ્ત્રક્રિયાની સફળતા અને સુખાકારી માટે આપની પ્રાર્થનાને હવે મહત્તમ શક્ય સ્તર સુધી વધારવા વિનંતી કરીએ છીએ.
ચાલો આપણે બધા ફરીથી ૨૪ કલાક કીર્તન માટે ઝૂમમાં ભેગા થઈએ અને હરે કૃષ્ણ મહામંત્રનો ભેગા થઈને જપ અને ભગવાન નૃસિંહદેવને પ્રાર્થના કરીએ.
આપણે શું કરી શકીએ છીએ:
– હરે કૃષ્ણ મહામંત્રનો જપ (જો જૂથ અથવા મંદિરમાં હોય તો વધુ સારૂં)
-શસ્ત્રક્રિયાની સફળતા માટે યજ્ઞો
-તુલસી પરિક્રમા અને તુલસી પૂજા
-નરસિંહદેવ પ્રાર્થના (કવચ સહિત)
– મૃત્યુંજય પ્રાર્થના
– ભાગવતમ્ અને ચૈતન્ય ચરિતામૃત વાંચવા
– શસ્ત્રક્રિયાના સમય દરમિયાન નિર્જળા ઉપવાસ
– માયાપુર અને કેટલાક અન્ય સ્થળોએ સુદર્શન હોમ કરી શકાય
– જો તમે મંદિરે ના જઈ શકો, પરંતુ વિગ્રહ હોય તો તમે આજે ખાસ પૂજા કરી શકો છો
– કૃપા કરીને સર્જન અને પ્રત્યારોપણ ટીમ માટે પણ પ્રાર્થના કરો.
– તમે એકલા છો અથવા સમૂહોમાં છો, કૃપા કરીને અમારી સાથે ઝૂમ પર જોડાઓ.
ઝૂમ લિંક:
https://zoom.us/j/9676383249
કૃપા કરીને આ સંદેશને શક્ય હોય તેટલો વધુ ફેલાવો કે જેથી વધુ આત્માઓ ગુરુ મહારાજ માટે પ્રાર્થના કરવા આપણી સાથે જોડાઈ શકે.
ગુરુ મહારાજ માટેની આપની પ્રાર્થના માટે અમે આપનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ!
જેપીએસ સેવા સમિતિ
જેપીએસ હેલ્થ
જેપીએસ મિડિયા