જુલાઈ ૩, ૨૦૧૮
પ્રિય ગુરુ-પરિવાર; શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો. શ્રીલ પ્રભુપાદની જય.
ગુરુ મહારાજ હાલમાં સમયાંતરે ડાયાલિસિસમાંથી પસાર થઈ રહ્યા છે કે જે તેમને સ્થિર સ્થિતિમાં રાખી રહી છે.
આ ક્ષણે ગુરુ મહારાજને એક મૃત દાતા પાસેથી એક યકૃત અને એક કિડની મેળવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે પ્રતિક્ષા યાદી પર મૂકવામાં આવ્યા છે. આપણા ગુરુ મહારાજના આરોગ્યને પુનઃસ્થાપિત કરવા માટે યકૃત અને કિડની પ્રત્યારોપણ તાત્કાલિક કરવાની જરૂર છે.
ચાલો આપણે બધા ગુરુ મહારાજના કલ્યાણ માટે શ્રી નૃસિંહદેવ ભગવાનને ઈમાનદારીથી પ્રાર્થના કરીએ કારણકે તેઓ તેમને સ્થિર રાખવા અને પ્રત્યારોપણ શસ્ત્રક્રિયાની ઝડપી અને સફળ સમાપ્તિ માટે આ મુખ્ય સારવારમાંથી પસાર થઈ રહ્યા છે.
સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી,
મહા વરાહ દાસ