૨૩મી-૨૪મી જૂન ૨૦૧૮

પ્રિય ભક્તગણ,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રી ગુરુ અને શ્રી ગૌરાંગની જય!
શ્રીલ પ્રભુપાદની જય!

અમે ૨૩મી જૂન થી ૨૪મી જૂન ૨૦૧૮ સુધી, શનિવાર-રવિવાર (પાંડવ નિર્જળા એકાદશી) આગામી વિશ્વવ્યાપી ઝૂમ કીર્તન/જપ વિડીયો સંમેલન અને પ્રાર્થના મેરેથોનનું આયોજન કરી રહ્યા છીએ.

વિશ્વના અલગ અલગ ભાગોમાંથી ભક્તોની ઇચ્છાનો સમાવેશ કરવા માટે, અમે અમારા મેરેથોનનો સમયગાળો ૩૬ કલાક સુધી વધાર્યો છે. અમને કિર્તનના સમય અંતરાલ માટે ભારે પ્રતિભાવો મળ્યા છે.

ઝૂમ લિંક:
https://zoom.us/j/9676383249

મિટિંગ આઈડી
967-638-3249

તમે ગુરુ મહારાજની સત્તાવાર વેબસાઈટ https://www.jayapatakaswami.com પર બટનને ક્લિક કરીને સરળતાથી જોડાઈ શકો છો.

વિગતો

કીર્તન : ભારતીય માનક સમય મુજબ સવારે ૪:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી

વિશ્વવ્યાપી સમૂહ જપ : ભારતીય માનક સમય મુજબ સાંજે ૬:૩૦ થી ૮ સુધી, ત્યારબાદ શ્રી નૃસિંહદેવની પ્રાર્થનાઓ

ભારતીય માનક સમય મુજબ સાંજે ૮:૧૫ થી સવારે ૪:૩૦ સુધી કિર્તન ચાલુ રહેશે.

અમારી પાસે વહેલા તે પહેલાં જૂથની વિનંતી પર આધારિત ૨ કલાકના સમય અંતરાલ છે.

એક યાત્રા/દેશ એક સમય અંતરાલ લઈ શકે છે અને કીર્તનનું નેતૃત્વ કરી શકે છે, કે જે ઝૂમ સંમેલન મુખ્ય સ્ક્રીન પર વિશ્વભરમાં પ્રસારિત કરવામાં આવશે.

જો તમે તમારી યાત્રા/દેશ માટે સમય અંતરાલનો સ્વીકાર કરવા ઇચ્છતા હોય તો કૃપા કરીને ૨૨મી જૂન પહેલાં zoom@jayapatakaswami.com પર ઇમેઇલ મોકલીને અમારો સંપર્ક કરો:

(કૃપા કરીને તમારી યાત્રામાંથી જોડાઈ રહેલા અપેક્ષિત ભક્તોની સંખ્યાનો ઉલ્લેખ કરો)

ઉપલબ્ધ કિર્તન સમય અંતરાલ ભારતીય માનક સમય પર આધારિત છે. કૃપા કરીને ભારતીય માનક સમય પર આધારિત તમારો સમય ક્ષેત્ર ચકાસો.

સમયના અંતરાલ વિશેની બધી માહિતી, ઝૂમ વિડિઓ સંમેલનમાં કેવી રીતે જોડાવવું અને બીજી કોઈપણ માહિતી ગુરુ મહારાજની સત્તાવાર વેબસાઈટ https://www.jayapatakaswami.com પર ઉપલબ્ધ હશે.

સમય અંતરલની સંપૂર્ણ માહિતી આજે વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે અને જેમ વધુ સમૂહો જોડાય છે તેમ અમે તાજેતરની માહિતી સાથે વેબસાઈટને અદ્યતન રાખીશું.

જેઓ ઝૂમમાં જોડાવા માટે સમર્થ હશે નહીં તેમના માટે, કૃપા કરીને આ પ્રસંગને ગુરુ મહારાજના ફેસબુક પેજ પર જીવંત જુઓ:
https://www.facebook.com/Jayapatakaswami

અમે સંબંધિત વિસ્તાર/ક્ષેત્ર/દેશ માટે સ્થાનિક વ્યવસ્થાપક પસંદ કરી રહ્યા છીએ. તેથી અમે તમામ સમન્વયકર્તાને zoom@jayapatakaswami.com પર તેમના ઇમેઇલ એડ્રેસ અને વોટ્સએપ નંબર મોકલવા માટે  વિનંતી કરીએ છીએ.

હરે કૃષ્ણ!

આ પ્રસંગના આયોજક:
જેપીએસ સેવા સમિતિ
જેપીએસ સ્વાસ્થ્ય
જેપીએસ મીડિયા