પ્રિય ગુરુ-પરિવાર; શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,

કૃપા કરી અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો. શ્રીલ પ્રભુપાદની જય.

ગુરુ મહારાજ તાજેતરમાં થયેલા ચેપમાંથી લગભગ પુન:સ્વસ્થ થઈ ગયા છે અને સારવાર કરી રહેલા ચિકિત્સકોએ દ્વારા મૂલ્યાંકન કર્યા પછી, તેમને આજે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગુરુ મહારાજ હવે તેમના નિવાસસ્થાનમાં પાછા આવી ગયા છે. જોકે તેમને રજા આપવામાં આવી છે, છતાં તેઓ હજુ પણ શારીરિક રીતે ખૂબ કમજોર છે. આગામી એક અઠવાડિયા માટે ઘરેલુ વ્યવસ્થામાં દવાઓ અને સારવાર ચાલુ રહેશે.

તેથી તેઓ આવતી કાલે નૃસિંહ ચતુર્દશી ઉત્સવમાં સ્થાનિક મંદિરમાં હાજરી આપી નહિં શકે. આજે સાંજે ગુરુ મહારાજે Mayapur.tv ના માધ્યમથી ભગવાન નૃસિંહદેવનો આદિવાસ સમારોહ જોયો હતો.

ચાલો આપણે બધા ગુરુ મહારાજના સ્વાસ્થ્યના કલ્યાણ માટે અને આગામી મહિનામાં તમામ મુખ્ય સારવાર સફળતાપૂર્વક સંપન્ન થાય એ માટે ભગવાન શ્રી નૃસિંહદેવને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરીએ.

ગુરુ મહારાજે તેમના માટે પ્રાર્થના કરવા માટે દરેકનો આભાર માન્યો છે.

ગુરુ મહારાજની સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી,

મહા વરાહ દાસ