પ્રિય ગુરુ-પરિવાર; શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,

કૃપા કરી અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો. શ્રીલ પ્રભુપાદની જય.

આજે સવારે સારવાર કરી રહેલ ડોકટરોની ટીમે ગુરુ મહારાજની આરોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી તેઓએ ગુરુ મહારાજને આઇસીયુમાંથી સ્થાનાંતરિક કરવાનું નક્કી કર્યું. લગભગ બપોરે ૧ વાગે, ગુરુ મહારાજને વ્યક્તિગત રૂમમાં સ્થાનાંતરિક કરવામાં આવ્યા હતા.

ગુરુ મહારાજના સ્વાસ્થ્યના કલ્યાણ માટે તમારી સાધના અને પ્રાર્થના કરતા રહો અને વધારો.

ગુરુ મહારાજની સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી,

મહા વરાહ દાસ