પ્રિય ગુરુ-ભાઈઓ, ગુરુ-બહેનો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજના શુભચિંતકો.

કૃપા કરીને મારા વિનમ્ર પ્રણામ સ્વીકારો. શ્રીલ પ્રભુપાદની જય.

ગુરુ મહારાજ ચેન્નઈમાં તબીબી નિરીક્ષણ હેઠળ છે અને સૂચિત યકૃત અને કિડની પ્રત્યારોપણ માટેની તૈયારીમાં વિવિધ સારવારોનું પાલન કરી રહ્યા છે. આ ત્યારે થઈ શકે છે જ્યારે વિશેષજ્ઞ ચિકિત્સક ગુરુ મહારાજ સર્જિકલ પ્રક્રિયા માટે તૈયાર છે તેની સ્વીકૃતિ આપે.

આ શસ્ત્રક્રિયામાં નોંધપાત્ર જોખમો છે, તેથી ભક્તોએ ગુરુ મહારાજના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના, મંત્ર અને ભક્તિમય પ્રવૃત્તિઓ કરવા માટે વિશ્વભરમાં અનેક પહેલનું આયોજન કર્યું છે. વિશેષરૂપે આ ​​પુરુષોત્તમ મહિના દરમ્યાન આપણી ભક્તિમય સેવાઓ વધારવા અને ફળોને ગુરુ મહારાજને અર્પણ કરવાની વિનંતી છે. તાજેતરમાં વિશ્વવ્યાપી મેરેથોનમાં ખૂબ સારી રીતે ભાગ લીધો હતો અને અમે ૧૦૦૦૦ થી વધારે ભાગ લેનારા ભક્તોનો અંદાજ લગાવ્યો છે. ગુરુ મહારાજ સમર્થન અને પ્રાર્થનાથી ખૂબ ખુશ છે. નજીકના ભવિષ્યમાં અમારી પાસે આ પ્રકારના કેટલાક બીજા કાર્યક્રમ કરવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય દળ સતત ગુરુ મહારાજના સ્વાસ્થ્યને સમર્થન આપવા માટે શ્રેષ્ઠ વિકલ્પોની શોધ અને ચર્ચા કરી રહી છે. આ હેતુ માટે, શ્રેષ્ઠ શક્ય પરિણામ હોવાના હેતુથી વિશ્વભરના વિવિધ નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે.

આ દરમિયાન ગુરુ મહારાજ સેવકો અને સચિવોની સહાયતાથી લગભગ દૈનિક ધોરણે ચેન્નઈથી વર્ગો આપી રહ્યા છે. આ પ્રવચનો ફેસબુક લાઇવ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે.

અમે આપને યાદ કરાવવા ઇચ્છીએ છીએ કે ગુરુ મહારાજ તેમનું સ્વાસ્થ્ય વધારે જટિલ ના થાય તેના માટે તેમના શિષ્યોને ઓછામાં ઓછી ૧૬ માળાના નિર્ધારિત જપ કરવા અને ૪ નિયામક સિદ્ધાંતોનું પાલન કરવાની વિનંતી કરે છે. આમાં તુલસી દેવીની ૮ વખત (તેમાંથી ૪ તેમના લાભ અને સંરક્ષણ માટે સમર્પિત) ની પરિક્રમાને ઉમેરવામાં આવી છે. અમે નમ્રતાથી આપણા ગુરુ-પરિવારને તેમની પ્રાર્થનાઓને ચાલુ રાખવા માટે કહીએ છીએ, તેથી કૃષ્ણની ઇચ્છાથી, ગુરુ મહારાજના શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થાય.

આપનો સેવક,
મહાવરાહ દાસ (સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી)