શુભ ભાદ્ર પૂર્ણિમા અભિયાન – ભાગવતમ સેટ મેરેથોન

“જો કોઈ ભાદ્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રીમદ્દ ભાગવતમને એક સુવર્ણ સિંહાસન પર સ્થાપિત કરે છે અને તેને ભેટ તરીકે આપે છે, તો તે પરમ દિવ્ય ગંતવ્ય પ્રાપ્ત કરશે.”
– શ્રીમદ્દ ભાગવતમ ૧૨.૧૩.૧૩

હું મારા ક્ષેત્રના બધા મંદિરોને શ્રીલ પ્રભુપાદની ખુશી માટે શ્રીમદ્દ ભાગવતમના સેટને વિતરિત કરવા માટે આ અભિયાનમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું. બધા કેન્દ્રોમાંથી બહાર જઈ રહેલા શ્રીમદ્દ ભાગવતમના સેટ મને મહાન આનંદ આપશે કારણ કે હું જાણું છું કે આ શ્રીલ પ્રભુપાદને વધુ ખુશ કરે છે.
– શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજ

ગુરુ મહારાજની ઇચ્છા મુજબ, અમે બધાને તમારા સંબંધિત દેશો કે કેન્દ્રો સાથે તમારા સંબંધિત દેશોમાં કામ કરવાની વિનંતી કરીએ છીએ કે જેથી જેટલા થઈ શકે તેટલા વધુ શ્રીમદ્દ ભાગવતમના સેટ વિતરિત કરી શકાય અથવા ગુરુ મહારાજના ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ભાદ્ર પૂર્ણિમાના દિવસ (સ્થાન મુજબ ૨૪/૨૫ સપ્ટેમ્બર) સુધીમાં જેટલા થઈ શકે તેટલા વધુ પ્રાયોજક પ્રાપ્ત કરી શકાય.

કૃપા કરીને શ્રીમાન વૈસેશિકા પ્રભુની આગેવાની હેઠળના ભાદ્ર અભિયાન ટીમ પાસેથી પોસ્ટર પ્રાપ્ત કરો.

જ્યારે તમે તમારા સ્થાનિક મંદિરો અથવા કેન્દ્રોમાં સ્કોર્સ રજૂ કરી રહ્યા છો, ત્યારે જો તમારી ઈચ્છા હોય તો કૃપા કરીને તેને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે અર્પણ તરીકે ઉલ્લેખ કરો અને સંદર્ભ માટે www.jayapatakaswami.com વેબસાઇટ માં તમારા અહેવાલને પણ અપડેટ કરો.

શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો તરીકે અમારી પ્રાર્થના છે કે બધા સાથે મળીને ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ૧૦૦૮ શ્રીમદ્દ ભાગવતમ સેટ અર્પણ કરીએ.

આ સંયુક્ત પ્રયાસ અને પેશકશ ચોક્કસપણે પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના આ નિર્ણાયક ચરણમાં ગુરુ મહારાજને લાભન્વિત કરશે અને શ્રીલ પ્રભુપાદ પણ આ સેવાઓથી ખુશ થશે.

જેપીએસ સેવા સમિતિ
જેપીએસ સ્વાસ્થ્ય સમૂહ
જેપીએસ પ્રાર્થના સમૂહ