“બેજવાબદારીપૂર્વક વર્તન કરીને, શિષ્ય આદ્યાત્મિક ગુરુ માટે ફક્ત ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ પેદા કરી રહ્યો છે. દેખીતી રીતે, જ્યારે કોઈ તેના આધ્યાત્મિક ગુરુ માટે એક ખૂબ જ જોખમી સ્થિતિ પેદા કરે છે, ત્યારે તમે કલ્પના કરી શકો છો કે તે વ્યક્તિ પ્રત્યે કૃષ્ણનું વલણ ખૂબ અનુકૂળ નહીં હોય.”
આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ કે આપણે ન તો આધ્યાત્મિક ગુરુને કે ન તો સ્વયં આપણને મુશ્કેલીમાં મૂકીએ. ઈન્દ્રિયતૃપ્તિ પ્રત્યે વધારે આસક્તિ હોવાને કારણે, વ્યક્તિ ક્રૂર અને હિંસક બની જાય છે. ઈન્દ્રિયતૃપ્તિ પ્રત્યે આટલા આસક્ત હોવાથી તેઓ આધ્યાત્મિક ગુરુ પ્રત્યે ક્રૂર અને હિંસક બની રહ્યા છે. આ સમજ્યા હોવા છતાં જો આપણે ઈન્દ્રિયતૃપ્તિ પ્રત્યે એટલા બધા આસક્ત હોઈએ કે આપણે એ વિચારતા નથી કે આપણા આધ્યાત્મિક ગુરુ માટે શું પ્રતિક્રિયા હશે, તો આપણે સમજી શકીએ છીએ કે આપણે ઘાતકી અને હિંસક બની ગયા છીએ.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૩૧ મી માર્ચ, ૨૦૧૬ ના રોજ આપવામાં આવેલા વ્યાખ્યાનમાંથી અંશ
શ્રી માયાપુર, ભારત