પ્રાણીઓ પણ, તેઓ શીખે છે કે એ હાથને દંશ ના દેવો જે તેમને ખવડાવે છે. તમે જંગલી વાઘ, સિંહ અને અન્ય પ્રાણીઓને પણ તાલીમ આપી શકો છો કે જ્યાં સુધી વ્યક્તિ તેમની સાથે ખરાબ રીતે વર્તતો નથી ત્યાં સુધી એ વ્યક્તિનો આદર કરવો કે જે તેમને ખવડાવે છે. તે માત્ર મનુષ્ય જ છે કે જેને સારી સૂચના આપ્યા પછી પણ, હજી પણ-એવું કહેવાય છે કે પ્રાણી કરતા ઈર્ષાળુ માણસ ખરાબ છે કારણ કે તમે ભાગ્યે જ તેને બદલી શકો છો. તો આ ઇર્ષા બહુ જ ખતરનાક વસ્તુ છે ખાસ કરીને જો આપણે પવિત્ર નામ અને એ ભક્તો પ્રતિ અપરાધ કરવા માટે પ્રતિબદ્ધ હોઈએ છીએ કે જેઓ પવિત્ર નામનો પ્રચાર કરી રહ્યા છે.”

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૨૮ ઓક્ટોબર ૧૯૮૨
થાઈલેન્ડ