પ્રિય ગુરુ પરિવાર, અને શ્રી શ્રીમદ્દ જયપતાકા મહારાજના શુભચિંતક,

કૃપા કરીને મારા વિનમ્ર પ્રણામ સ્વીકાર કરો. શ્રીલ પ્રભુપાદ ની જય.

વિષય : વ્યાસ પૂજા સ્થળ – ચેન્નઇ (ચૈતન્ય નિતાઈ દેશ)- ગુરુ મહારાજ દ્વારા સહમતી પ્રાપ્ત.

જેપીએસ સેવા સમિતિના સ્વાસ્થ્ય અને ભલામણ તથા આયોજન સમિતિની ક્ષમતા પર વિચાર કર્યા પછી, ગુરુ મહારાજ ચેન્નાઈ (ચૈતન્ય નિતાઈ દેશ) માટે આ વર્ષની વ્યાસ પૂજા સ્થળ માટે સહમત થઈ ગયા છે.

મુખ્ય વિચાર ચેન્નઈમાં હોસ્પિટલ ની નજીક ગુરુ મહારાજની જરૂરિયાત માટે હતો. જોકે, ગુરુ મહારાજ વ્યાસ પૂજા સ્થળને આટલું વિલંબથી બદલવા માટે ચિંતિત છે, જે શ્રીધામ માયાપુર અને નજીકના સ્થળોમાં શિષ્યોના મોટા પડાવ સહિત ઘણા લોકોની યાત્રા યોજનાઓ પર અસર કરશે.

હંમેશની જેમ, વ્યાસ પૂજા ઉત્સવ ૨૬ ની સાંજે આદિવાસ માટે અને ૨૭ એ પુરા દિવસના પ્રસંગ માટે અને જે લોકો ૨૮ માર્ચ, દ્વાદશીના પ્રીતિભોજ માટે રહેવા ઈચ્છે છે તેમના માટે આયોજીત કરવામાં આવશે. સાથેજ અમે સ્પષ્ટ રૂપમાં એ કહેવા માંગીએ છીએ કે ગુરુ મહારાજની શારીરિક  ભાગીદારી ખૂબ મર્યાદિત હશે અને તેમના માટે કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીથી બચવા માટે જરૂરી પગલાંઓ સાથે હશે.

આની સાથે શ્રીધામ માયાપુરમાં મોટા પાયે વ્યાસ પૂજા ઉત્સવ યોજવામાં આવશે અને આયોજકો ઉત્સવના જીવંત પ્રસારણ અને ગુરુ મહારાજ દ્વારા માયાપુરના ભક્તો માટે એક વિશિષ્ટ પ્રવચન પર કામ કરી રહ્યા છે, તે બાબત માટે, સમગ્ર વિશ્વના ભક્તો માયાપુર ટીવી પર જીવંત પ્રસારણ જોઈ શકશે. એવી આશા છે કે આ ઉત્સાહી ભક્તોને ચેન્નઇની યાત્રા કરવાની આવશ્યકતાની ક્ષતિપૂર્તિ અને સંતુષ્ટ કરશે.

ચેન્નઇમાં અમારા ગુરુભાઈઓ જેમણે પ્રારંભિક સંશોધન કર્યું છે તેમને જરૂરી સુવિધાઓ વિશે વધુ ચર્ચા કરવાની જરૂર રહેશે અને સ્વયંસેવકો અને જરૂરી ધન ભંડોળના સંદર્ભમાં મદદ માટે દક્ષિણ ભારતનાં તમામ નેતાઓ સુધી પહોંચ બનાવવામાં આવશે. શ્રીધામ માયાપુર અને તિરૂપતિએ અગાઉથી સ્વેચ્છાથી જનશક્તિ અને નિષ્ણાત વ્યવસ્થાપક સાથે સહયોગ કરવા માટે ચેન્નઇના ભક્તોને ઉત્સવ અને અન્ય સંગઠનાત્મક જરૂરિયાતો માટે મદદ કરી છે.

અમારા ચેન્નાઈના ભક્તો, આવાસ સુવિધા કે જે નજીકના સ્ત્રાત પાસે કરાવી શકાય છે, મહેમાનોની સંભાળ, તહેવાર અને ગુરુ મહારાજની જરૂરિયાતો નું ધ્યાન રાખવું, બધા માટે પ્રસાદ, વગેરે બાબતોમાં આ ઉત્સવ માટે મોટી સંખ્યામાં માટે આવી રહેલા ભક્તોની દેખભાળ કરવા માટે વિશ્વસ્ત છે. આ ગુરુ મહારાજની સંક્ષિપ્ત હાજરી, ભવ્યતા, વરિષ્ઠ શિષ્યો દ્વારા પ્રવચનો અને વિશિષ્ટ જરૂરિયાતો સાથે ભક્તોની વ્યક્તિગત આવશ્યકતાઓમાં હાજરી આપવી વગેરે સહિતનો એક ભવ્ય ઉત્સવ હશે.

ભક્તોને અસરકારક રીતે નિયંત્રિત કરવા, તેઓ દક્ષિણ ભારતના અન્ય આગેવાન સાથે વાતચીત શરૂ કરશે અને વિશ્વભરમાં અને વ્યક્તિઓ માટે તેમની હાજરી સુનિશ્ચિત કરી શકે તેના માટે સંચાર ચેનલોની સ્થાપના કરશે. જો કે આ સમગ્ર ફેરફાર પ્રમાણમાં ટૂંકી સૂચના પર છે, ત્યારે સમૂહને ભક્તોના આગમનની પૂરતી સૂચના દ્વારા સમર્થનની જરૂર રહેશે.

કૃપા કરીને આવનારા દિવસોમાં વધુ સૂચના માટે સતર્ક રહો.

આપનો સેવક,
વિજય વેણુગોપાલ દાસ
(અધ્યક્ષ, જેપીએસ સેવા સમિતિ)