શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૩૦ એપ્રિલ ૨૦૧૮
ચેન્નઈ, ભારત

આ વૈશાખનો મહિનો છે. આપણે ગઈકાલે નૃસિંહ ચતુર્દશીની ઉજવણી કરી હતી અને આજે માધવેન્દ્ર પુરીનો આવિર્ભાવ દિવસ છે. કારણ કે માધવેન્દ્ર પુરીએ મધ્વ શ્રેણીમાં દીક્ષા લીધી, તેથી ચૈતન્ય મહાપ્રભુએ પણ મધ્વ પરંપરામાં દીક્ષા લીધી. રાધા અને કૃષ્ણ માટે શુદ્ધ પ્રેમ દર્શાવનાર માધવેન્દ્ર પુરી સૌ પ્રથમ હતા. આજે શ્રીનિવાસ આચાર્યનો પણ આવિર્ભાવ દિવસ છે. તેઓ કટવાની નજીક ગંગાની બીજી બાજુએ આવિર્ભુત થયા હતા. હું ટૂંક સમયમાં જ પુરુષોત્તમ માસ વિશે વિગતો આપીશ. પરંતુ આજે શુભ દિવસ છે અને હું દરેકને મારી શુભેચ્છાઓ આપવા માંગુ છું.

હું વાસ્તવમાં બેભાન હતો અને હોસ્પિટલના આઇસીયુંમાં મોકલવામાં આવ્યો હતો. નૃસિંહ ચતુર્દશીના આગલા દિવસે મને રજા આપવામાં આવી હતી. આ ચોક્કસપણે ભગવાનની કૃપા છે. મને સહેજ તાવ હતો, છતાં પણ તેમણે કહ્યું કે બરાબર છે. તેથી મને આશા છે કે તમારી નૃસિંહ ચતુર્દશી અદભુત રહી હશે અને આપણે પ્રભુપાદના વચનોને યાદ રાખવા જોઈએ. તેમણે કહ્યું હતું કે રાક્ષસો હંમેશા ભગવાનની વિરુદ્ધ હોય છે. જ્યારે ભગવાન હાજર હતા ત્યારે પણ ઘણા રાક્ષસોએ ભગવાન કૃષ્ણ પર હુમલો કર્યો. વર્તમાન દિવસની તો વાત જ શું કરવી?

તેથી આપણે આવનારા પુરુષોત્તમ માસનો લાભ લઈ શકીએ છીએ અને હરે કૃષ્ણનો જપ કરી શકીએ છીએ. મારો અવાજ બહુ જ ધીમો છે, તેથી હું આવતીકાલે બોલવા માટે તેને બચાવીશ. કોઈ પ્રશ્ન?

તો આપનો ખૂબ ખૂબ આભાર
હરે કૃષ્ણ!

સુભશ્રી લલિતા દેવી દાસી દ્વારા લિપ્યન્તરિત
જેપીએસ મીડિયા